ETV Bharat / city

Congress Protest : અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો, મેયર પોતાના રૂમમાં પુરાયાં - એએમસી બેઠકમાં હોબાળો

અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં (General Board Meeting of Ahmedabad Corporation) ભ્રષ્ટાચારને લઇ કૉંગ્રેસ કોર્પોરેટરોએ (Congress protest)હોબાળો કર્યો હતો. ભાજપ અને કૉંગ્રેસના કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી થતાં સભા બરખાસ્ત કરવામાં આવી હતી.

અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો, મેયર પોતાના રૂમમાં પુરાયા

author img

By

Published : Apr 25, 2022, 5:30 PM IST

Updated : Apr 25, 2022, 9:10 PM IST

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશનમાં જનરલ બેઠક (General Board Meeting of Ahmedabad Corporation) મળી હતી. જેમાં ભ્રષ્ટાચારના મુદ્દા લઈને વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ (AMC Congress Leader Sehjad Pathan) અને ભાજપ પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી (Rucks in AMC Meeting)થઈ હતી. ખાસ કરીને અમદાવાદમાં રોગચાળો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કેમિકલવાળું પાણી પીવા માટે અપાતું હોવાની ફરિયાદ અને કેમિકલવાળા પાણીની બોટલ લઈને સભામાં (Congress protest) પહોંચ્યાં હતાં.

ભાજપ અને કૉંગ્રેસના કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી થતાં સભા બરખાસ્ત કરવામાં આવી હતી

મેયરના ડાયસ પર ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયાં -કૉંગ્રેસ કોર્પોરેટરો અમદાવાદની શહેરની જનતાને અપાતાં પીવાના પાણીની ગંદા પાણીની બોટલ લઈને જનરલ બોર્ડ પહોંચ્યા હતાં. જે પાણીની બોટલ આપવા જતા ભાજપના કોર્પોરેટર મેયરના ડાયસ સુધી પહોંચે તે પહેલાં (Congress protest)ધક્કામુક્કી અને ઝપાઝપી(Rucks in AMC Meeting) થઈ હતી. ઉગ્ર બોલાચાલી થતા મેયર કિરીટ પરમારે સભા બરખાસ્ત કરી હતી.

આ પણ વાંચોઃ AMC Online Tax Problem: AMCના પોર્ટલમાં સર્જાઈ ટેકનિકલ ખામી, કરદાતાની ઈમાનદારીથી સામે આવ્યો મામલો

મેયર પોતાની ઓફિસમાં પુરાયાં -અમદાવાદ કોર્પોરેશન મેયર કિરીટ પરમાર વધારે ઉગ્ર બોલાચાલી (Rucks in AMC Meeting) થતાં બોર્ડ બરખાસ્ત કરી પોતાની રૂમમાં પુરાઈ ગયા હતાં. કૉંગ્રેસના કોર્પોરેટર દ્વારા મેયરની ઓફિસની બહાર હાય રે મેયર હાય હાયના નારા લગાવ્યા હતા. ભારે વિરોધ (Congress protest) બાદ મેયરના રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો.

મિકલવાળું પાણી પીવા માટે અપાતું હોવાની ફરિયાદ

મેયરે ઓનલાઇન બેઠક બોલવાની માગણી કરી હતી -વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે મેયર કિરીટ પરમારે 15 દિવસ પહેલા ફોન કરીને જનરલ બોર્ડની બેઠક ઓનલાઈન બોલવાની માંગણી કરી હતી. આજ અમદાવાદની દરેક ચાલીમાં ગંદુ પાણી આપવામાં આવે છે. જેના કારણે શહેરમાં ઝાડા ઉલટીના કેસમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. ભાજપ પોતાની ભ્રષ્ટાચાર છુપાવવા માટે તાનાશાહી કરી રહ્યો છે. આવાસ યોજનામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.2015માં SOR કરવામાં આવ્યું હતું. 21.50 હજાર ચોરસ મીટરના ભાવથી આવાસ યોજના કોન્ટ્રેક્ટર આપવામાં આવે છે. જેમાં પ્રાઇવેટ બિલ્ડર આજ 18 હજાર ચોરસ મીટરથી કામ કરે છે.

આ પણ વાંચોઃ AMC General Board Meeting : અમદાવાદ કોર્પોરેશનમાં જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ નેતાએ ગેરહાજર રહી સાથ આપ્યો

પહેલા વિરોધ પક્ષને સસ્પેન્ડ કરવાની વાત નકારી -જનરલ બોર્ડની બેઠકમાં ભારે વિરોધ (Congress protest) બાદ વિરોધ પક્ષના નેતા શહેઝાદ પઠાણને સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી હતી. પણ મેયર કિરિટ પરમાર પર ભારે વિરોધ થતા તેમને સસ્પેન્ડ કરવાની વાત નકારી હતી.

મેયરે ખચકાટ અનુભવ્યો -ભારે વિરોધ બાદ જનરલ બોર્ડની બેઠક બરખાસ્ત કરી મેયર પોતાની રૂમમાં પુરાયા હતાં. પણ જ્યારે પત્રકાર તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં પણ ખચકાટ અનુભવી રહ્યા હતાંઅને પોતે અલગ અલગ જવાબ આપતા જોવા મળી રહ્યાં હતાં.

Last Updated : Apr 25, 2022, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.