અમદાવાદ: લૉકડાઉન દરમિયાનથી જ લોકોને ભારે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે લોકડાઉન ખુલ્યા બાદથી જ ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ સતત વધી રહ્યા છે.
બીજી બાજુ રાજ્યસભાની ચૂંટણી હવે ચરમસીમાએ પહોંચી છે ત્યારે બન્ને પક્ષના નેતાઓ વારપલટવાર કરી રહ્યા છે. આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રાજ્ય સરકારને ઘેરી હતી.
ગુજરાતની વાત કરીએ તો પ્રમુખ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. અમદાવાદની વાત કરીએ તો પેટ્રોલ 70.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 68.96 રૂપિયા પ્રતિ લિટર સુધી ભાવ બોલાઈ રહ્યા છે.
સુરતની વાત કરીએ તો પેટ્રોલ 70.74 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 68.88 પ્રતિ લિટર, વડોદરામાં પેટ્રોલ 70.5 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલ 68.63 રૂપિયા પ્રતિ લિટર, જામનગરમાં પેટ્રોલ 70.80 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલ 68.88 રૂપિયા પ્રતિ લિટર અને રાજકોટમાં પેટ્રોલ 70.64 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલ 68.88 રૂપિયા પ્રતિ લિટર સુધી ભાવ પહોંચ્યા છે.