અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની કારોબારી મિટીંગ મળી હતી જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા યુવા કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હંતા. જેમાં દેશભરમાં ચાલી રહેલ બેરોજગારી આંદોલનને લઇ ગુજરાતમાં રણનીતિ બનાવવામાં આવી છે. ગુજરાતમાં બેરોજગારી આંદોલનને કઈ રીતે વેગવંતુ બનાવવું અને સરકાર સામે કઈ રીતે બાંયો ચડાવવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં છેલ્લાં કેટલાય દિવસોથી જ સોશિયલ મીડિયા પર બેરોજગારીને લઈ લાખો યુવાનો આક્રોશના માહોલમાં જોવા મળી રહ્યાં છે ત્યારે યુવા કોંગ્રેસ દ્વારા દેશભરમાં 'રોજગારી દો' ના નારા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલનને વેગ આપવાયુવા કોંગ્રેસ પ્રભારી હવે ગુજરાત આવી પહોંચ્યાં છે અને ગુજરાતમાં પણ આંદોલનને કઈ રીતે આગળ ધપાવવું તે અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સમીક્ષા કરવામાં આવી છે.
કોંગ્રેસનું 'રોજગારી દો'ના સૂત્ર સાથે દેશભરમાં આંદોલન, યુવા કોંગ્રેસ પ્રભારી ગુજરાત આવી પહોંચ્યાં
દેશભરમાં સૌથી મહત્વનો અને ચર્ચાસ્પદ વિષય હાલ બન્યો હોય તો તે બેરોજગારીનો છે. અને તેને લઇને યુવા ભારતીય કોંગ્રેસ દ્વારા દેશભરમાં સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને વેગ આપવા યુવા કોંગ્રેસ પ્રભારી હવે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતના બેરોજગાર યુવાનોને સાથે જોડીને ગુજરાત રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવવામાં આવી રહી છે.