અમદાવાદ: શનિવારે સાંજે કોંગ્રેસના 12 જેટલા ધારાસભ્યોને જયપુર લઈ જવાયા છે. ત્યારે આજે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા અમદાવાદ એરપોર્ટથી 20 જેટલા ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ તમામ ધારાસભ્યો સાથે એરપોર્ટ પહોંચ્યા હતા.
તમામ ધારાસભ્યોને ગાંધીનગર પૂર્વના ધારાસભ્ય સી.જે. ચાવડાની આગેવાનીમાં જયપુર લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ જોડતોડની રાજનીતિ કરી રહ્યું છે. કોરોના જેવા ગંભીર વાયસરની પરિસ્થિતિમાં લોકોના ઘરે જવાના બદલે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ઘરે પહોંચે છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો કોઈ પણ હાલતમાં તૂટશે નહીં અને કોંગ્રેસ સાથે જ જોડાયેલા રહેશે.