ETV Bharat / city

વાઈરલ વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ કર્યા ચોંકાવનારા ખૂલાસા - Bharatsinh Solanki on his wife

ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો વીડિયો વાઈરલ (Bharatsinh Solanki on Viral Video) થયો હતો. તે અંગે ખૂલાસા બાબતે તેમણે આજે પત્રકાર પરિષદ (Congress leader Bharatsinh Solanki press conference) યોજી હતી. સાથે જ અનેક મુદ્દાઓ અંગે તેમણે લોકોને જણાવ્યું હતું.

વાઈરલ વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ કર્યા ચોંકાવનારા ખૂલાસાતી યુવતી સાથે હું લગ્ન કરવાનો છુંઃ ભરતસિંહ સોલંકી
વાઈરલ વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ કર્યા ચોંકાવનારા ખૂલાસા
author img

By

Published : Jun 3, 2022, 11:29 AM IST

Updated : Jun 3, 2022, 3:37 PM IST

અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો વીડિયો વાઈરલ (Bharatsinh Solanki on Viral Video) થયો હતો. જોકે, આ અંગે ખૂલાસો કરવા માટે તેમણે પત્રકાર પરિષદ (Congress leader Bharatsinh Solanki press conference) યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે. મીડિયામાં આવવાથી કોઈ વાતનો નિકાલ નથી આવતો.

અંગત જીવનની વાત કરતા દુઃખ થાય છેઃ ભરતસિંહ

વીડિયોમાં દેખાતી યુવતી સાથે હું લગ્ન કરીશ - ભરતસિંહ સોલંકીએ વાઈરલ વીડિયોમાં દેખાતી એક યુવતી અંગે જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાઈ રહેલા યુવતીનું નામ રિદ્ધિ પરમાર છે. તેમની સાથે અમારે સામાજિક અને સારા સંબંધ છે. મારે રિદ્ધિ પરમાર સાથે લગ્ન કરવા છે. એટલે હું ડિવોર્સની રાહ જોઈ રહ્યો છે. એટલે હું માનસિક ત્રાસથી છૂટવા માગું છું. જોકે, કૉંગ્રેસ હાઈકમાન્ડે આ બાબતે મારી પાસે કોઈ સ્પષ્ટતા માગી નથી. ભરતસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, બંધારણ હક મુજબ તેઓ મારા ઘરમાં આવીને આવું વર્તન ન કરી શકે. આ વીડિયો અંગે કાયદાકીય પગલા લેવામાં આવે. અત્યારે થોડા સમય સુધી હું સીધી રાજનીતિમાંથી બ્રેક લેવાનો છું.

અંગત જીવનની વાત કરતા દુઃખ થાય છે - ભરતસિંહ સોલંકીએ (Congress leader Bharatsinh Solanki press conference) જણાવ્યું હતું કે, રેશ્મા સોલંકીએ અચાનક આવીને મારા ઘરનો કબજો લઈ લીધો હતો. મારા અંગત જીવનની ચર્ચા જાહેરમાં થવાથી મને દુઃખ થાય છે. ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, મારો નિર્ણય હંમેશા પાર્ટીના હિતમાં હોય છે. મેં રેશ્મા સોલંકીને 12 જૂલાઈ 2021ના દિવસે નોટીસ આપી હતી. ત્યારબાદ 19 માર્ચે તેમણે મારા મકાન પર કબજો કરી લીધો હતો. એટલે મારે મજબૂરીથી મારા જૂના મકાનમાં રહેવું પડી રહ્યું છે. જોકે, હવે 15 તારીખે અમારા ડિવોર્સ અંગે કોર્ટમાં મુદત છે.

મારી લડાઈ જૂદી છે - કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ (Congress leader Bharatsinh Solanki press conference) જણાવ્યું હતું કે, રેશ્મા સોલંકી સાથે 15 વર્ષ મેં કઈ રીતે કાઢ્યા તે મને ખબર છે. આ આખી લડાઈ જૂદા પ્રકારની છે. કેમ મને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. મને મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રમુખ, કેમ્પેઈન કમિટિના સભ્ય ન બનાવવા અંગેનો પત્ર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને લખવામાં આવ્યો હતો. જોકે, મારા જીવનની સૌથી મોટી કમાણી જનતા જ છે.

આ પણ વાંચો- કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું :પત્ની રેશ્મા

લોકોની પ્રાર્થનાથી હું બચ્યો - ભરતસિંહ સોલંકીએ (Congress leader Bharatsinh Solanki press conference) કહ્યું હતું કે, લોકોની પ્રાર્થનાના કારણે હું કોરોનામાંથી બચી ગયો હતો. કૉંગ્રેસ હાઈકમાન્ડના આશિર્વાદ મળ્યા હતા. નાના કાર્યકર્તાથી આટલું મોટું પદ મને મળ્યું હતું. 30 વર્ષના મારા જાહેર જીવનમાં આવી કોઈ ઘટના બની નહતી. અચાનક ચૂંટણી આવે ત્યારે આવું કંઈકને કંઈક શરૂ થતું જ હોય છે.

આ પણ વાંચો- કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પત્ની વિરૂદ્ધ આપી જાહેર નોટિસ

પત્ની પર કર્યા આક્ષેપ- કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ તેમનાં પત્ની પર આક્ષેપ કરતા (Bharatsinh Solanki on his wife) જણાવ્યું હતું કે, દરેક સ્ત્રીને માન આપવું જોઈએ. મેં કોર્ટમાં અપીલ દાખલ કરી છે. મને કોઈ અપશબ્દો બોલાવડાવે તો હું 1 કરોડ રૂપિયા આપીશ. મારા પત્ની રેશ્મા સોલંકીને મારી તબિયતથી વધારે મારી સંપત્તિમાં રસ છે. તેઓ ઈચ્છતા હતા કે, ક્યારે હું મરી જઉં અને પ્રોપર્ટી હડપી લઉં. દૂધ કે ચામાં કંઈક નાખીને મને મારવાના અનેક પ્રયાસ થયા હતા.

હું અને મારા પત્ની સાથે નથી- કૉંગ્રેસના નેતા ભરતસિંહે જણાવ્યું હતું કે, હું અને રેશ્મા સોલંકી સાથે નથી. તેમની સાથે કોઈએ વ્યવહાર કરવો નહીં. મારા જીવને જોખમ છે. મારા પરિવારને બચાવવા માટે મેં હંમેશા મુઠ્ઠી બંધ રાખી હતી.

Last Updated : Jun 3, 2022, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.