ETV Bharat / city

આવું જ ચાલશે કૉંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવા તરસી જ જશેઃ કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ

કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી પહેલી વખત પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન તેમણે કૉંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. સાથે જ કૉંગ્રેસના નેતૃત્વ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાથે જ હાર્દિક પટેલે ભાજપમાં જોડાવા અંગે પણ સ્પષ્ટતા કરી હતી.

આવું જ ચાલશે કૉંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવા તરસી જ જશેઃ કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ
આવું જ ચાલશે કૉંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવા તરસી જ જશેઃ કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ
author img

By

Published : May 19, 2022, 11:17 AM IST

Updated : May 19, 2022, 2:57 PM IST

અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસમાં તમામ પદ પરથી રાજીનામું આપનારા કૉંગ્રેસના પૂર્વ નેતા પત્રકાર પરિષદ કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ છોડ્યા પછી પ્રથમ વખત ખૂલ્લા મન અને હૃદયથી વાત કરવા આવ્યો છું. વર્ષ 2015થી 2019 સુધી મન ચોખ્ખું રાખી આંદોલન કર્યું છે. મને જે કાર્યકારી પ્રમુખની જે જવાબદારી આપી હતી. તે માત્ર શોભાના ગાંઠિયા જેવી હતી.

મને 2 વર્ષ સુધી કોઈ જવાબદારી ન આપી- કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને જે કાર્યકારી પ્રમુખની જે જવાબદારી આપી હતી. તે માત્ર શોભાના ગાંઠિયા જેવી હતી. 2 વર્ષ સુધી મારી કોઈ જ જવાબદીર નક્કી કરવામાં આવી નહતી. જ્યારે કૉંગ્રેસમાં જોડાયો નહતો. ત્યારે તે જ નેતાઓએ મને કૉંગ્રેસમાં જોડાવવાનું આહ્વાન કર્યું હતું. આજે આ જ નેતાઓ મારી વિરુદ્ધ બોલી રહ્યા છે.

આ નેતાઓનેે પણ કૉંગ્રેસે હટાવ્યા- હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 1972માં પણ ચીમનભાઈને હટાવી દેવામાં આવ્યા હતા. વર્ષ 2012માં નરહરિ અમીનને પણ હટાવાયા હતા. કૉંગ્રેસમાંથી 10 વર્ષમાં 117 લોકો, 27થી વધુ ધારાસભ્યો, 12થી વધુ પૂર્વ લોકસભાના સભ્યો સહિતના લોકોએ પાર્ટી છોડી છે. એટલે કૉંગ્રેસ શિબિરની નહીં ચિંતનની જરૂર છે.

નરેશ પટેલ અંગે હાર્દિક પટેલનું નિવેદન - હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૉંગ્રેસના નેતા આજે રાજકોટ પહોંચ્યા છે. અહીં તેઓ 9.58 વાગ્યે નરેશ પટેલના ઘરે ગયા ને 10.10 વાગ્યે બહાર પણ નીકળી ગયા. માત્ર 12 મિનિટમાં શું ચર્ચા કરી હશે. એટલે ગુજરાત કૉંગ્રેસ માત્ર એજ બતાવવા માગે છે કે તેઓ નરેશ પટેલને કૉંગ્રેસમાં લાવવા માગે છે.

કૉંગ્રેસે મારું અપમાન જ કર્યું છે - હાર્દિક પટેલે કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ નહતું આપવામાં આવતું. પાર્ટીના કોઈ પોસ્ટર પર મારો ફોટો પણ નહતો છપાતો. એક પણ બેઠકમાં મારું કોઈ સ્થાન જ નહતું. હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવા અંગે જણાવ્યું હતું કે, હજી સુધી મેં ભાજપમાં જોડાવવા અંગે કોઈ નિર્ણય નથી કર્યો. તેમ જ જો આગળ કોઈ નિર્ણય કરીશ તો તે પણ સ્પષ્ટપણે જણાવીશ.

કૉંગ્રેસમાં જે પણ આવે છે તે કંટાળી જાય છે - અલ્પેશ ઠાકોર સહિત અનેક લોકો કૉંગ્રેસમાંથી કંટાળી ગયા એટલે પાર્ટીને છોડી ગયા. મારામારી કરનારા નેતાઓ મને શિસ્તના પાઠ ભણાવે છે.

ખુશી સાથે રાજીનામું આપ્યું - કાર્યકર્તાઓને છોડીને હું આવ્યો એનું મને દુઃખ છે. ગુજરાતમાં અનેક કાર્યકર્તાઓ છે, જે કામ કરવા માગે છે અને મહેનત પણ કરે છે. પરંતુ કૉંગ્રેસના મોટા નેતાઓ કાર્યકર્તાઓનો ઉપયોગ કરે છે. વર્ષ 2022માં કોઈ યુવાનો અને કાર્યકર્તાઓનો દુરુપયોગ ન થાય તેવી આશા છે. પ્રથમ અને બીજા નેતૃત્વ માત્ર પોતાનું જ ચલાવી રહ્યા છે. ખૂબ જ ખુશી સાથે મેં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

જે નેતા પાર્ટીના નેતાના દુઃખમાં સામેલ ન થઈ શકે તે પ્રજાના દુઃખ શું સમજશે - મારા પિતાનું નિધન થયું ત્યારે પણ કૉંગ્રેસના એક પણ નેતા આવ્યા નહતા. માત્ર શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા. મારા પિતાની પ્રથમ પુણ્યતિથિએ પણ કૉંગ્રેસના નેતાઓ પણ જબરદસ્તીથી આવ્યા હતા. જે નેતાઓ પાર્ટીના નેતાના દુઃખમાં સામેલ ન થઈ શકે. તે જનતાના દુઃખ શું સમજશે. મેં કૉંગ્રેસમાં 3 વર્ષ રહીને સમય વેડફ્યો છે. આ ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતના લોકો માટે હું કંઈ જ સારું કામ ન કરી શક્યો.

હાર્દિકે આ લોકોના કર્યા વખાણ - હાર્દિક પટેલે પત્રકાર પરિષદ દરમિયાન ઉદ્યોગપતિ અંબાણી અને અદાણીના વખાણ કર્યા હતા. સાથે જ રામ મંદિર અંગે ભાજપ સરકારે કરેલા નિર્ણયના પણ વખાણ કર્યા હતા.

કૉંગ્રેસ નેતાઓને માત્ર પૈસા ખાવામાં રસ - ગુજરાત કૉંગ્રેસના નેતાઓને માત્ર પૈસા ખાવામાં રસ છે. દાહોદમાં માત્ર 25,000 લોકો આવ્યા હતા ને બિલ પહોંચ્યું 70,000 લોકોનું. કૉંગ્રેસને કોઈનો ફાયદો નથી કરવો. એટલે હું ગુજરાતની જનતાને બે હાથ જોડીને અપીલ કરું છું કે, હવે કૉંગ્રેસને સત્તા ન આપતા.

Last Updated : May 19, 2022, 2:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.