ETV Bharat / city

કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, સંવિધાનના ઉલ્લંઘન બદલ ચૂંટણીપંચમાં નોંધાવી ફરિયાદ - BJP

ગુજરાતમાં પેટા ચૂંટણી સમયે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ પેટાચૂંટણીમાં બેઠકો પર જીત મેળવવા ભાજપ કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. તેવા ભાજપ અને કોંગ્રેસ આમને સામને એક બીજા પર વાર પલટવાર કરતું જોવા મળી રહ્યું છે. ભાજપના નિવેદન બાદ કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે.

કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, સંવિધાનના ઉલ્લંઘન બદલ ચૂંટણીપંચમાં નોંધાવી ફરિયાદ

author img

By

Published : Oct 27, 2020, 5:15 AM IST

  • જીતુભાઇ તમે કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે ફંડ ઓછું ફાળવતા હતા, ભાજપના સંગઠનને નાણા ફાળવાના હોય છે: રમણ પાટકર
  • ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી નેતા અને મુખ્યપ્રધાનના રાજીનામાની માંગ કરી
  • રૂપાણી કહે છે કે કોંગ્રેસ હજી તૂટશે અને પાટિલ કહે છે કે કોંગ્રેસીઓને હવે ભાજપમાં પ્રવેશ નહીં બન્નેમાં વિરોધાભાસ
  • કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા નવરાત્રિની શુભેચ્છા આપતી કોલરટયૂનને લઇને ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસે ફરિયાદ કરી છે. આ ફરિયાદ પરની કાર્યવાહી બાકી છે, ત્યા વળી સોમવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં જ વન અને આદિજાતિ ભાજપ નેતા રમણ પાટકરે સ્વીકાર્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને સરકાર ઓછા નાણા આપે છે. હવે અંગે વિવાદ વણસ્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ આ અંગે ગુજરાતના રાજયપાલ સહિત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે. તેની સાથોસાથ મુખ્યપ્રધાનને રાજીનામું આપવાની માંગ કરી છે.

કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું કે, કપરાડા વિધાનસભાના ઉમેદવાર જીતુ ચૌધરીની રેલી નિકળી હતી. ત્યારે રાજયના વન અને આદિવાસી વિકાસના પ્રધાન રમણ પાટકરે રેલીને સંબોધન કર્યું હતું. જીતુ ચૌધરી કપરાડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2017માં ચૂંટણી જીત્યા હતા. પાછળથી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાલ તેઓએ અનામત બેઠક પરથી કપરાડા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમના સમર્થનમાં સોમવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ભાજપ નેતા રમણ પાટકરે સભાને સંબોધન કર્યું હતું. મુખ્ય પ્રધાનની હાજરીમાં રમણ પાટકરે કરેલું નિવેદન આઘાતજનક છે.

કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, સંવિધાનના ઉલ્લંઘન બદલ ચૂંટણીપંચમાં નોંધાવી ફરિયાદ

તેમણે સ્વીકાર્યું છે કે જીતુભાઇ કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે અમે ફંડ ઓછું ફાળવતા હતા અને ભાજપના સંગઠનને નાણા ફાળવાના હોય છે. જીતુભાઇ કોંગ્રેસ ધારાસભ્ય તરીકે વચન આપે ત્યા કામ ન થાય પણ હવે અમે નાણા ફાળવણી કરીશું. કોંગ્રેસના ધારાસભ્યોને સરકાર ઓછા નાણા આપે છે. પ્રધાનએ જનપ્રતિનિધિ ધારો 1951ની કલમ 123નું ઉલ્લંઘન કરતા ભ્રષ્ટાચાર રિત રસમ દ્વારા કપરાડાના મતદારોને સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આકર્ષવાની કામગીરી છે. જે ચૂંટણી પંચના નિયમનું ઉલ્લંઘન છે.

રમણ પાટકરનો બફાટ, ભાજપ નેતાએ લીધેલ સંવિધાનના શપથનું ખુલ્લેઆમ ઉલ્લંઘન

સીએમ વિજય રૂપાણીની હાજરીમાં ભાજપ નેતા પાટકરનું ભાષણ ભાજપ નેતાએ લીધેલ સંવિધાનના શપથનું ખુલ્લેઆંમ ઉલ્લંઘન કર્યું છે, કારણ કે ભાજપ નેતા શપથ લેતી વખતે કહ્યું હતું કે હું કોઇ સાથે ભેદભાવ નહી કરુ પણ આતો ભાજપ સરકાર ભેદભાવ કરી રહી છે. તેનું કબૂલાત નામુ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપ નેતાએ મતદારોને આકર્ષવા પ્રયાસ કર્યો છે.

પત્ર લખી રાજીનામાની માંગ

ભાજપ નેતા રમણ પાટકરના નિવેદન પર કોંગ્રેસે CMનું રાજીનામુ માંગ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી ભાજપ નેતા સામે પગલા લેવા કરી માંગ કરી છે.

મુખ્યપ્રધાન રૂપાણી અને પ્રમુખ પાટીલ વચ્ચે વિરોધાભાસ, સત્તા બચાવવાની લડાવી હોવાનો કોંગ્રેસ આક્ષેપ

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસીઓને પક્ષમાં સમાવવાના મુદ્દે વિપરીત દિશા પકડી હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ જણાવે કે, ભાજપમાં હવે વધુ કોઈ કોંગ્રેસીઓને આવકારવામાં આવશે નહી અને તેનાથી વિપરીત વાત ભાજપના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કહી છે અને તે એ છે કે કોંગ્રેસ હજી પણ તૂટશે. જો કે તેને લઈ કોંગ્રેસે પણ સરકાર પણ કર્યા આકરા પ્રહાર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.