અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ બુધવીરે કોંગ્રેસે વધુ 2 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ડાંગ બેઠક માટે સૂર્યકાંત ગાવિતને ટિકિટ આપી છે, જ્યારે કપરાડા બેઠક પર બાબુ વરઠાને કોંંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ સૂર્યકાંત ગાવિતનો સામનો ભાજપના વિજય પટેલ સામે થશે અને બાબુ વરઠાનો સામનો ભાજપના જીતુ ચૌધરી સાથે થશે.
આ પણ વાંચો - ગુજરાત પેટા ચૂંટણીઃ કોંગ્રેસે 5 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા
કોંગ્રેસે હવે ફક્ત લીંબડીના જ ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે. ભાજપની જેમ કોંગ્રેસમાં પણ લીંબડીના ઉમેદવારને લઈને કોકડુ ગૂંચવાયું છે. કોંગ્રેસ અહીં કોને ટિકિટ આપવી તે આટલા સમય બાદ પણ નક્કી કરી શકી નથી. લીંબડી બેઠક પર જાહેર થનારા કોંગ્રેસી ઉમેદવારનો સામનો ભાજપના કિરિટસિંહ રાણા સામે થશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવવાની છે.
કોંગ્રેસના ઉમેદવારોની યાદી
- અબડાસા - ડૉક્ટર શાંતિલાલ મેઘજીભાઇ સંઘાણી
- મોરબી - જયંતીલાલ જયરાજભાઇ પટેલ
- ધારી - સુરેશ કોટડીયા
- ગઢડા (SC બેઠક) - મોહનભાઇ સોલંકી
- કરણજણ - કિરિટ સિંહ જાડેજા
- કપરાડા - બાબુ વરઠા
- ડાંગ - સૂર્યકાંત ગાવિત
- લીંબડી - નામ જાહેર કરવામાં આવ્યું નથી
ભાજપના ઉમેદવારોની યાદી
- અબડાસા- પ્રદ્યુમનસિંહ જાડેજા
- મોરબી- બ્રિજેશ મેરજા
- ધારી- જે. વી. કાકડિયા
- ગઢડા (SC બેઠક) - આત્મારામ પરમાર
- કરજણ- અક્ષય પટેલ
- ડાંગ- વિજય પટેલ
- કપરાડા- જીતુ ચૌધરી
- લીંબડી - કિરિટસિંહ રાણા
આ પણ વાંચો - ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપે ઉમેદવાર તરીકે વિજય પટેલનું નામ જાહેર કર્યું
11 ઓક્ટોબર - ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠક માટે આગામી દિવસોમાં યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ડાંગ બેઠક માટે વિજય પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વિજય પટેલ ભાજપ તરફથી છેલ્લી 4 ટર્મથી ઉમેદવારી કરતા આવ્યાં છે. જેમાં ફક્ત એકવાર તેમને જીત મળી છે.
આ પણ વાંચો - કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુ ચૌધરીનું નામ જાહેર
11 ઓક્ટોબર - કોંગ્રેસમાંથી રાજીમાનું આપીને ભાજપમાં આવેલા જીતુ ચૌધરીને ભાજપે કપરાડા બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે. જોકે હજુ સુધી કોંગ્રેસ તરફથી કપરાડા બેઠક માટે કોઈપણ ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી.