અમદાવાદ: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકારની નીતિ અને નિયત સ્પષ્ટ ન હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ લૂંટાઈ રહ્યાં છે. સરકારની નીતિ એવી છે કે ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે જાગતાં રહો, એટલે કે બંને તરફ સરકારનું વલણ છે. જો સરકાર ખરેખર વાલીઓનું હિત ઈચ્છતી હોય તો ફી મામલે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ.
હાઈકોર્ટના ફી મામલે ચૂકાદા બાદ કોંગ્રેસે સરકારને સંચાલકોની વકીલ ગણાવી - Manish Doshi
ગુજરાત હાઈકોર્ટદ્વારા શાળા અને સરકાર વચ્ચે ફી વસૂલવા મામલે ચાલી રહેલ તકરારમાં ચૂકાદો આપ્યો છે. જેમાં સરકાર ખાનગી શાળાકોલેજોના સંચાલકોની વકીલાત કરી રહી હોય તેવા આક્ષેપ કોંગ્રેસે લગાવ્યાં છે.
હાઈકોર્ટના ફી મામલે ચૂકાદા બાદ કોંગ્રેસે સરકારને સંચાલકોની વકીલ ગણાવી