- 100 વર્ષના વૃદ્ધ ઘરે રહી હરાવ્યો કોરોનાને
- માત્ર 7 દિવસની સારવાર બાદ કોરોનાને આપી મ્હાત
- બેડ ન મળતા ઘરમાં જ આપવામાં આવી સારવાર
અમદાવાદ: કોરોના મહામારીમાં લોકોને ડરને કારણે સજા થવામાં વાર લાગે છે તેના જ કારણે ડોક્ટર્સ પણ દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ્ય રહે તેવા પ્રયત્નો કરતા હોય છે જ્યારે કેટલાક દર્દીઓ કોરોનાને હસતા હસતા હરાવી ઘરે પરત ફરે છે. અમદાવાદમાં 100 વર્ષના વૃદ્ધ કે જેમને ઘણી બિમારીઓ પણ છે તેમણે હોમ ક્વોરોન્ટાઈનમાં રહી માત્ર 7 દિવસમાં કોરોનાને મ્હાત આપી હતી.
કોરોનાથી ડરવાની નહીં લડવાની જરૂર છે
કોરોનાને મ્હાત આપી ચૂકેલા મનસુખભાઇ ગાંધી એ જણાવ્યું કે કોરોનાથી ડરવાની નહીં પણ લડવાની જરૂર છે. સમયસર તેની સારવાર થાય તો આપણે બચી શકીએ છીએ. મને સમાન્ય લક્ષણ જણાતા મેં બધા રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હું ડોક્ટરની સલાહ મુજબ ક્વોરોન્ટાઈન રહ્યો તેઓ એ 5 દિવસ સતત મારા ઘરે આવી ને સારવાર આપી અને મેં 7 દિવસે કોરોનાને હરવાયો. આજે મને કોઈ તકલીફ નથી હું સ્વસ્થ છું મારો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કોરોનાથી ડર્યા વગર સમયસર સારવાર લો તો તમે પણ કોરોનાને હરાવી શકો છો.
આ પણ વાંચો : દમદાર દાદી: નવસારીના 90 વર્ષીય દાદીએ હસતાં મોઢે કોરોનાને હરાવ્યો
બેડન મળતા ઘરમાં જ લીધી સારવાર
100 વર્ષીય મનશુખભાઈ ગાંધીને કોરોનાના લક્ષણ જણાયા તો તેઓના પરિવારજનો એ તેમનો RTPCR, CT SCAN અને બ્લડ રિપોર્ટ કરાવડાવ્યો હતો. CT SCANના રિપોર્ટમાં તેઓને 12 ટકા ઇન્ફેક્શન જોવા મળ્યું અને બ્લડ રિપોર્ટમાં તેઓનો D-DIMMERનો સ્કોર 2400 જોવા મળ્યો અને સાથે RTPCRનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાથી તેઓએ હોસ્પિટલમાં બેડ શોધવાનું શરૂ કર્યું હતું. તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જનરલ બેડ મળતા તેઓએ જાણીતા પલમોલોજીસ્ટ ડૉક્ટરને ઓક્સિજન વિથ ICU બેડ ન મળતા ડોક્ટરની સલાહથી તેમને ઘરમાં જ સારવાર આપી હતી. તેઓને સતત પાંચ દિવસ ડોક્ટરની ટિમ મુલાકાત લઈને તેમનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી દવાઓ પણ આપી હતી.