અમદાવાદ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે અમદાવાદ શહેર પોલીસ પણ સફાળી જાગી છે. અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર ઢોરના કારણે થતા અકસ્માત અટકાવવા માટે જાહેર રોડ પર ઘાસના વેચાણ સામે ઝુંબેશ ચલાવતાં અમદાવાદ ટ્રાફિક પોલીસની ઝુંબેશ સપ્ટેમ્બર 2022 નું આયોજન કર્યું છે. જેમાં જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે પગલાં લેવામા આવ્યા છે.
જાહેર રોડ પર ઘાસ વેચતાં 116 સામે કેસ અમદાવાદ શહેર પોલીસે જાહેર રોડ પર ઘાસચારો વેચતા લોકો પર તવાઇ બોલાવતાં 7 દિવસમાં 116 કેસ કર્યાં છે. જેમાં સૌથી વધુ કેસ પૂર્વમાં કરવામાં આવ્યાં છે. ખાસ કરીને શહેર ટ્રાફિક પોલીસે 26મી ઓગસ્ટથી 10મી સપ્ટેમ્બર સુધી ઝુંબેશ શરુ કરી છે. જેમાં આ જ પ્રકારની કાર્યવાહી કરતી અને જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરી અકસ્માતને આવકારતા વ્યક્તિઓ સામે કેસ કર્યા છે. જેમાં અત્યાર સુધીમાં 116 જેટલા કેસ સમગ્ર અમદાવાદમાં કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો વડોદરામાં ઢોરવાડા હટાવવાની કામગીરીમાં મહિલા ગૌપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ઢોરના કારણે અકસ્માતના બનાવો લાંબા સમયથી રાજ્યમાં અલગ અલગ શહેરો અને તાલુકાઓમાં ઢોર દ્વારા વાહનચાલકો પર હુમલા અને રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. તેવામાં ગુજરાત હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈને સ્થાનિક તંત્રને ત્વરિત પગલાં લેવાનો આદેશ કરતા શહેર ભરમા ઢોર પકડતી પાર્ટી રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે.
આ પણ વાંચો અમદાવાદમાં રખડતા ઢોર પર ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ એએમસી નવા ત્રણ ટેમ્પરરી શેડ બનાવશે
અમદાવાદ ટ્રાફિક પોલીસની ઝુંબેશ સપ્ટેમ્બર 2022 મહત્વનું છે કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલને મહેસાણા જિલ્લામાં ગાયે અડફેટે લેતા ઈજાઓ થઈ હતી. તેવામાં રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તેવા અવિરત પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આગામી 10મી સપ્ટેમ્બર સુધી જાહેર રોડ પર કે કોઈ પણ રીતે ટ્રાફિકની સમસ્યા સર્જાય અને ગાયો રોડ પર ભેગી થાય તેવા તમામ ઘાસચારા વેચાણ કર્તાઓ સામે પગલાં લેવામાં આવશે.
આ વિસ્તારમાં એક પણ કેસ ન થતાં ઉઠ્યો સવાલ અમદાવાદના ઝોન 1 વિભાગમાં એક પણ કેસ આ પ્રકારનો કરવામાં ન આવતા આ વિસ્તારમાં ઘાસચારો જાહેરમાં ખરેખર નથી વેચાતો કે પોલીસને કોઈ ઘાસચારો વેચતા જોવા ન મળ્યું તે સવાલ ઉભો થયો છે. જોકે તંત્રની કામગીરીથી માલધારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં તંત્રના કડક વલણથી અમદાવાદના વાહચાલકો કેટલા સમયથી ઢોરના ત્રાસથી દૂર રહે છે તે જોવું રહ્યું.