- જમાલપુર ખાડીયા વિસ્તારના ધારાસભ્યની ફરિયાદ
- ઈમરાન ખેડાવાલાએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો
- વિશેષ અધિકારનો ભંગ થયાની ફરિયાદ કરી
- રાજીવ ગુપ્તાના વિરુદ્ધમાં લખાયો પત્ર
અમદાવાદઃ ઇમરાન ખેડાવાલાએ પત્રમાં આઈ.એ.એસ. અધિકારી ડૉ.રાજીવ કુમાર ગુપ્તાના નામનો ઉલ્લેખ કરીને ફરિયાદ કરી છે. મહત્વનું છે કે કોરોના મહામારીના સમયમાં ધારાસભ્યોના ફોન ઉપાડવા માનવતા હોવાની ધારાસભ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે કે આવા કપરા સમયે લોકોની ફરિયાદો મામલે એમને ફરિયાદ કરવી હોય તો પણ અધિકારીનું આવુ વર્તન અયોગ્ય ગણી શકાય.
- ટવીટર પર બ્લોક કરાતાં લખાયો પત્ર
ધારાસભ્ય દ્વારા વારંવાર અનેક પ્રકારની સુવિધા પ્રાથમિક કામગીરી અને લઈને ફોન કરાતા હોય છે, પરંતુ ડૉક્ટર રાજીવ ગુપ્તા ફોન રિસિવ ન કરતા હોવાની પણ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટર મારફતે સવાલ કરતાં હોય છે, પરંતુ રાજ્યના મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને બ્લોક કરી દીધા છે.
- વિશેષ અધિકારના ભંગ બદલ કાર્યવાહીની માગણી
ધારાસભ્યને આપવામાં આવતા વિશેષ અધિકારનો ડૉક્ટર રાજકુમાર ગુપ્તાએ ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે ઈમરાન ખેડાવાલા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. જો કે, મહત્વની વાત તો એ છે કે કોરોનાકાળ દરમિયાન દર્દીઓના મોતનો મલાજો પણ જળવાતો નથી. તો બીજી તરફ એક એમ્બ્યુલન્સમાં એક કરતાં વધારે ડેડબોડી લઈ જવામાં આવે છે. સ્મશાન અને સરકારના મોતના આંકડામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ તમામ બાબતોને લઈને રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા માગણી કરી છે.