ETV Bharat / city

અમદાવાદમાં 10 ટકા વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપનાર SRP જવાન સામે ફરિયાદ

અમદાવાદ શહેરમાં SRP જવાન વ્યાજે પૈસા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી પૈસા વસૂલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાના પતિએ વ્યાજ અને મૂડી ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.

Complaint against SRP jawan
પઠાણી ઉઘરાણી
author img

By

Published : Aug 30, 2020, 6:24 AM IST

અમદાવાદ: શહેરમાં SRP જવાન વ્યાજે પૈસા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી પૈસા વસૂલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાના પતિએ વ્યાજ અને મૂડી ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.

કૃષ્ણનગર આ રહેતા ભાવનાબહેનના પતિનું 20 દિવસ અવસાન થયું હતું. તેમના પતિ રાજવી ટેલર નામે ધંધો કરતા હતા અને સાત મહિના અગાઉ 2 ભાગીદાર સાથે મણિનગરમાં શિવાનીનો ધંધો ચાલુ કર્યો હતો. આ ધંધો ચાલુ કરવા મેહુલ દવે નામના SRP કોન્સ્ટેબલ પાસેથી 1.5 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા અને ધંધો સારો ચાલતા વ્યાજ સહિત મૂડી ચૂકવી દીધી હતી.

બાદમાં લોકડાઉન આવતા મેહુલ દવે ભાવનાબહેનના પતિ પાસે ઉઘરાણી કરતો હતો. ઉઘરાણી કરવા આવતા મેહુલ દવે ધમકાવતો પણ હતો. એવું ચાલતું હતું ત્યારે એકવાર મેહુલે ભાવનાબહેનના પતિને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જે બાદ તેમના પતિ બીજા દિવસે મેહુલને મળવા ગયા હતા, ત્યારે તેમનાં સમાચાર મળ્યા હતા કે ભાવનાબેનના પતિનો અકસ્માત થયો છે ત્યારે હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ભાવનાબહેનના પતિનું મોત થયું હતું.

સમગ્ર મામલે ભાવનાબહેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મેહુલ દવે કે, જે SRPમાં કોન્સ્ટેબલ છે, તેની સામે ફરિયાદ નોધાવી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.