અમદાવાદ શહેરમાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. અહીં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં (St Xaviers High School) ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીઓને સ્કૂલનો પીટીનો જ શિક્ષક (Police Compaint against teacher) બિભત્સ મેસેજ કરતો હતો. વિદ્યાર્થિનીઓએ આ મામલે સ્કૂલમાં રજૂઆત કરી હતી. તે છતાં કોઈ પગલાં ન લેવાતા તેમણે આખરે ઘરે વાત કરી હતી. ત્યારબાદ વાલીઓ સ્કૂલમાં રજૂઆત કરવા જતાં સ્કૂલે કમિટી બનાવી તપાસ (Ahmedabad police news) હાથ ધરી છે.
ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને કર્યા બિભત્સ મેસેજ સ્કૂલ શરૂ થતાં જ ડો. રવિરાજસિંહ ચૌહાણ (Teacher Ravirajsinh chauhan) નામનો પીટીનો શિક્ષક ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરવા લાગ્યો હતો. શરૂઆતમાં સામાન્ય મેસેજ હોવાથી વિદ્યાર્થિનીઓ વાતચીત કરતી હતી. ત્યારબાદ રવિરાજસિંહે બિભત્સ વાતચીત (Ahmedabad police news) શરૂ કરી હતી.
વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં કરી હતી રજૂઆત સાથે જ લંપટ શિક્ષક વિદ્યાર્થિનીઓને આઈ લવ યુ, આઈ મિસ યુ, મારે તને મળવું છે સહિતના મેસેજ કરતો હતો. ત્યારબાદ પીટીના લેક્ચરમાં વિદ્યાર્થિનીઓ બહાર રમતી હોય ત્યારે તેમને ધ્યાનથી જોતો હતો. આ તમામ બાબતે વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં રજૂઆત કરી (St Xaviers High School) હતી, પરંતુ કોઈએ ધ્યાન ન આપતા પોતાના વાલીઓને જાણ કરી હતી, જેથી વાલીએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો.
સ્કૂલ શરૂ થતાં જ મેસેજ ચાલુ થઈ જતા પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ધોરણ 9માં આવતા 1 મહિના પછી જૂલાઈ મહિનાથી જ લંપટ શિક્ષક રવિરાજસિંહ ચૌહાણ (Teacher Ravirajsinh chauhan) સરના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. શરૂઆતમાં તે સામાન્ય મેસેજ કરતો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ફોટા પર અલગ અલગ ઈમોજી મોકલવાના શરૂ (St Xaviers High School) કર્યા હતા. આટલેથી ન રોકાતા તેણે અમને આઈ લવ યુના મેસેજ કર્યા હતા. સાથે જ બિભત્સ માગણી કરી હતી. આના કારણે અમે ટ્રોમામાં આવી ગયા હતા ને સ્કૂલે આવતા પણ ડર લાગવા લાગ્યો હતો.
આવા સાહેબને સ્કૂલમાં ન રાખવા જોઈએ વિદ્યાર્થિનીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ લંપટ રવિરાજસિંહ ચૌહાણ (Teacher Ravirajsinh chauhan) એમ. ડી હોય ત્યારે પણ અમને જોઈ રહે. કસરત કરતા અમે બેસીએ તો અમારી સામે જોઈ રહે. અમે અમારા મેડમને રજૂઆત કરી, પરંતુ મેડમે કોઈ પગલા ન લીધા. ઘણી છોકરીઓને મેસેજ કર્યા છે. પરંતુ સામે કોઈ આવતું નથી. આવા સાહેબને સ્કૂલમાં ન રાખવા જોઈએ.
પ્રિન્સિપાલ મેડમે ફક્ત ચેતવણી આપી હતી તો અન્ય વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમે હાઈસ્કૂલમાં આવતા જ રવિરાજસિંહ ચૌહાણૈ (Teacher Ravirajsinh chauhan) મેસેજ કરવાના શરૂ કરી દીધા હતા. મારા પિતા ન હોવાની તેને જાણ થતાં તેણે મને બિભત્સ મેસેજ કર્યા હતા. તેણે એક પણ છોકરીને મેસેજ કરવાનું નથી બાકી રાખ્યું. પ્રિન્સિપાલ મેડમે તો તેને ફક્ત ચેતવણી આપીને છોડી દીધો હતો. કોઈ રેપ થાય પછી એક્શન લેવાના હોય. અમારી માગણી છે એ રવિરાજસિંહ ચૌહાણ એવો માર મારો કે ફરી પગ પર ઊભો ન થઈ શકે.
સ્કૂલ પગલાં નહીં લે તો કરીશું પોલીસ ફરિયાદ એક વાલીએ (St Xaviers High School) જણાવ્યું હતું કે, મારી દિકરીને છેલ્લા 3 મહિનાથી હેરાન કરવામાં આવતી હતી. પીટીના શિક્ષક રવિરાજસિંહ ચૌહાણ (Teacher Ravirajsinh chauhan) જ બિભત્સ મેસેજ કરતો હતો. આ મામલે સ્કૂલ પગલાં નહીં લે તો અમે પોલીસ ફરિયાદ જાતે (Compaint against teacher) કરીશું. આ શિક્ષકે વર્ષ 2017માં એક વિદ્યાર્થિનીને લવ લેટર પણ લખ્યો હતો.
કાયદાકીય પગલાં લઈશું સ્કૂલના મેનેજર ફ્રાન્સિસ મેકવાને (St Xaviers High School) જણાવ્યું હતું કે, શરૂઆતમાં 2-3 છોકરીએ ફરિયાદ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર ગમે તેવા મેસેજ કર્યા હતા. અમને જાણ થતાં અમે ઈન્ટર્નલ કમ્પ્લેઈન કમિટી બનાવી છે. તે કમિટીના રિપોર્ટ આવ્યા બાદ અમે કાયદાકીય પગલાં લઈશું.