અમદાવાદ: રેલવે ડિવિઝને ચાલુ નાણાંકીય વર્ષમાં 20મી ફેબ્રુઆરી 2022 સુધી 326 દિવસમાં 34 મિલિયન ટન માલનું લોડિંગ કર્યું છે.
આ સામાનનું કરાયું પરિવહન
ડિવિઝનલ રેલવે મેનેજર તરૂણ જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે મુખ્ય નૂર વસ્તુઓમાં કન્ટેનર, ખાતર, કોલસો, પેટ્રોલિયમ ઉત્પાદનો, સિમેન્ટ, મીઠું, સામાન્ય માલ, સ્ટીલ પાઇપ, ઓટોમોબાઇલ વગેરે કોમોડિટીઝનો (Growth in Commodities) સમાવેશ થાય છે. જેમાં ગયા વર્ષની સરખામણીમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેમ કે (Ahmedabad Railway Division)કન્ટેનર 25 ટકા, પેટ્રોલિયમ ઉત્પાદનો 32 ટકાનો વધારો, આયર્ન/સ્ટીલ 200 ટકા, મીઠું 57 ટકા વધ્યું, ઓટોમોબાઈલ 30 ટકાનો વધાનો લોડ કરવાના વર્તમાન વલણને ધ્યાનમાં રાખીને બોર્ડે ચાલુ નાણાંકીય વર્ષમાં લગભગ 38 મિલિયન ટન લોડીંગ(loading goal 38 million tonnes) કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ડિવિઝનનું સૌથી વધુ વાર્ષિક લોડિંગ હશે. ડિવિઝન દ્વારા (increase this year compared to last year) સરેરાશ 2344.31 વેગન લોડિંગ કરવામાં આવી રહ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 13.57 ટકા વધુ છે.
4400 કરોડની આવક
આ સાથે, આ નાણાંકીય વર્ષમાં 19 ફેબ્રુઆરી 2022 સુધીમાં 4400 કરોડની આવક મેળવી છે, જે તેના છેલ્લા નાણાંકીય વર્ષ 19 ફેબ્રુઆરી 2021 સુધીમાં 4167 કરોડ રૂપિયાની આવકથી લગભગ 233 કરોડ રૂપિયાથી વધુ છે. આ વર્ષે આવક વૃદ્ધિ દર 5.77ટકા છે.