અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન છેલ્લા કેટલાક સમયથી ટેક્સ કૌભાંડને (Ahmedabad Corporation Tax Scam) લઈને વંટોળાય રહ્યું છે, ત્યારે હવે આ કૌભાંડને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે તેવું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા ટેક્સમાં 2.26 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ટેક્સ વિભાગના અધિકારી ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ કરશે. જ્યારે 15 દિવસમાં વિજિલન્સ નહીં થાય તો રેવન્યુ કમિટીના ચેરમેન ફરી પત્ર લખી કાર્યવાહીની માંગ કરવામાં આવશે.
આ પણ વાંચો : AMC Solar Tax: અરે વાહ... હવે ઘરે લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ ને મેળવો ટેક્સમાંથી રાહત
56 ટકા લોકોએ ઓનલાઇન પેમેન્ટ કર્યું - રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના લોકો ઓનલાઇન પેમેન્ટ કરે તે હેતુથી રીબેટ (AMC Rebate Plan) યોજના અમલમાં મૂકી હતી. જેમાં આજ સુધી લગભગ 2.36 લાખ લોકોએ 242 કરોડ જેટલી રકમનું પેમેન્ટ ઓનલાઇન કરીને રીબેટ યોજનાનો લાભ લીધો છે. કોર્પોરેશન ટેક્સ હજુ સુધી જેનો બાકી છે, તેને હવે 15 દિવસની મુદત આપવામાં આવી છે. ત્યારબાદ પણ જો જે લોકો પ્રોપટી ટેક્સ નહીં ભરે તો તે મિલકત પર સિલિંગ કરવામાં આવશે. અત્યાર સુધી 22934 જેટલી મિલકતો પર સીલ મારવામાં આવ્યા હતા. જેમાંથી 13624 જેટલા લોકોએ રકમ પૂર્ણ રીતે ભરી દેતા સીલ ખોલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સુરતના રસ્તાઓમાં હવે નહીં પડશે ખાડા કારણ કે મનપાએ શહેરમાં સ્ટીલ રોડ બનાવવાની કવાયત શરૂ કરી
2.26 કરોડ કોર્પોરેશનના ખાતામાં જમા ના થાય - અમદાવાદ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં (AMC Tax Scam Meeting) માર્ચ મહિનાના ટેક્સના 2.26 કરોડ જેટલી માતબર રકમ કોર્પોરેશન ખાતા જમા ના થયાની ફરિયાદ સામે આવી હતી, ત્યારે રેવન્યુ વિભાગ દ્વારા કમિશ્નરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. સાથે સાઇબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટી સાથે રાખીને તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. વધુમાં રેવન્યુ કમિટી ચેરમેન (Revenue Committee Chairman) જૈનિક વકીલે જણાવ્યું કે, પોલીસ તપાસમાં પણ જે એક્શન લેવામાં આવે અથવા કાયદાકીય કાર્યવાહી કરે અને જે પણ પકડાય તેને કોઈ પણ સંજોગોમાં ન છોડાય (AMC Tax Scam Action) અને એક એકઝામપલ સેટ થાય તેવી આજની કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી.