ETV Bharat / city

CM રૂપાણીએ વીડીયો કોન્ફરન્સ કરી સુરતમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યો - સીએમ વિજય રુપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગુરુવારે સુરત શહેરમાં વધતાં જતાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે મુખ્ય સચીવ અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, એસીએસ સંગીતા સિંહ, સૂરત શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વીડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લૉક ડાઉનને વધુ સખત બનાવવા અંગે આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.

CM રૂપાણીએ VC કરી સૂરતમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યો

author img

By

Published : Apr 16, 2020, 3:54 PM IST

ગાંધીનગર- સીએમ વિજય રૂપાણીએ સૂરત કલેક્ટર અને કમિશનર વચ્ચેની વિડીયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચાવિચારણા સંદર્ભમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે આજે તા.૧૬ એપ્રિલ-ર૦ર૦ ગુરૂવારની મધ્યરાત્રિથી તા.રર એપ્રિલ-ર૦ર૦ બુધવારના સવારે ૬ વાગ્યા સુધી સૂરત શહેરમાં ૪ પોલીસમથકો અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કર્ફયુનો અમલ કરવાનો રહેશે.

CM રૂપાણીએ VC કરી સુરતમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યો
જે પોલીસમથકોના વિસ્તારમાં કર્ફયુનો અમલ થવાનો છે, તેમાં સલાબતપુરા પોલીસમથક, મહિધરપુરા પોલીસમથક, લાલગેટ પોલીસમથક, અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસમથક વિસ્તારમાં કર્ફયુ રહેશે. કર્ફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણું વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓ માટે કર્ફયુ મુક્તિ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.