ETV Bharat / city

ગુજરાત માટે મહત્વનો દિવસ, નવા મુખ્યપ્રધાનના નામની થશે જાહેરાત - મુખ્યપ્રધાન સીએમ રુપાણીનું રાજીનામું

શનિવારે વિજયભાઇ રુપાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપતા નવા મુખ્યપ્રધાનની પસંદગી માટેની પ્રક્રિયા ઝડપી બની છે. આજે ગુજરાતના ધારાસભ્ય દળની બેઠક મળશે

ગુજરાત માટે મહત્વનો દિવસ
ગુજરાત માટે મહત્વનો દિવસ
author img

By

Published : Sep 12, 2021, 6:18 AM IST

Updated : Sep 12, 2021, 11:28 AM IST

  • રવિવારે ગુજરાતના મુખ્યપ્રધાનના નામની થશે જાહેરાત
  • બપોરે ધારાસભ્યદળની બેઠક યોજાશે
  • બેઠકમાં નવા મુખ્યપ્રધાનના નામ અંગે થશે ચર્ચા

ન્યૂઝ ડેસ્ક: જરાતના મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ શનિવારે પોતાવા પદ પરથી રાજીનામું આપતા રાજકિય સમીકરણો બદલાયા છે. આ નવા રાજકિય સમીકરણો વચ્ચે રવિવારે ભાજપના ધારાસભ્યદળની બેઠક યોજાશે. જેમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત થઇ શકે છે.

શનિવારે રાજ્યપાલને સોપ્યું રાજીનામું
શનિવારે બપોરે અગ્રણી નેતાઓ સાથે રાજભવન પહોંચીને વિજય રૂપાણી પ્રધાનમંડળ સાથે રાજીનામું સોંપી દીધું હતું. મુખ્યપ્રધાનના અચાનક આપેલા રાજીનામાના કારણે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતાં. રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અમારી સરકાર, પારદર્શિતા, વિકાસશીલતા અને સંવેદનશીલતા સાથે કાર્ય કરે છે. કોરોનાના સમયમાં અમે જનતાને યથાસંભવ તમામ મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે.

મોડી સાંજથી બેઠકનો દૌર થયો હતો શરૂ
મુખ્યપ્રધાના રાજીનામા બાદ મોડી સાંજે ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના નેતાઓ કમલમ પહોંચ્યા હતાં જ્યાં બેઠકોનો દૌર શરૂ થયો હતો. સાથે જ દિલ્હીથી કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોષીને ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે નિમવામાં આવ્યા.

આજે બપોરે 3 વાગ્યા આસપાસ ધારાસભ્ય દળની બેઠક મળશે
વિજયભાઇના રાજીનામા બાદ આજે બપોરે 3 વાગ્યા આસપાસ ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત થઇ શકે છે. હવે જો વાત હોય નવા મુખ્યપ્રધાનની પસંદગીની તો એક તરફ પાટીદાર સીએમ થવાની વાત છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. કદાચ ગુજરાતના સીએમ પદે પાટીદાર નેતા આવી શકે છે. હાલ ગાંધીનગરમાંથી ચાર નામ ચર્ચામાં છે. તેમાં સૌપ્રથમ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નામ છે. કારણ કે તે પાટીદાર નેતા છે, અને તેમની રાજ્યના પાટીદાર સમાજ પર સારી પક્ડ છે. તેમજ તેઓ વહીવટી કામકાજમાં નિપુણ છે.બીજુ નામ મનસુખ માંડવિયાનું નામ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ મનસુખ માંડવિયાને પ્રમોશન આપીને કેન્દ્રિય આરોગ્યપ્રધાન બનાવ્યા હતા. ત્રીજુ નામ પરષોત્તમ રૂપાલાનું ચર્ચામાં છે. રૂપાલા વરિષ્ઠ નેતા છે, તેઓ ગુજરાતને ખૂબ સારી રીતે જાણે છે, અને પાટીદાર નેતા પણ છે, ચોથું નામ ગોરધન ઝડફિયાનું ચર્ચામાં છે. ગોરધનભાઈ સી આર પાટીલની ગુડ બુકમાં છે. ત્યારે હવે ગુજરાતના મુખ્યપ્રધાન પદના પસંદગીનો કળશ કોના માથે ઢોળાય છે તે જોવું રહ્યું

Last Updated : Sep 12, 2021, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.