ETV Bharat / city

પાટીલ ભાઉએ કેજરીવાલને લીધા આડેહાથ, કહ્યું લોલીપોપ આપવાનું બંધ કરી દો - CR Patil on Arvind Kejriwal

સુરત ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ ખાતે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે કેજરીવાલને ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરવાની પણ સલાહ આપી દીધી હતી. cr patil today news, Surat Global Textile Market.

પાટીલ ભાઉએ કેજરીવાલને લીધા આડેહાથ, કહ્યું લોલીપોપ આપવાનું બંધ કરી દો

author img

By

Published : Aug 26, 2022, 11:46 AM IST

Updated : Aug 26, 2022, 1:10 PM IST

સુરત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (cm bhupendra patel today news) ગ્લોબલ ટેકસટાઇલ માર્કેટ ખાતે (Surat Global Textile Market ) એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને (cr patil today news) આડેહાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે. એક રૂપિયોને દસ પૈસા જેવો એક દિવસનો ભાવ થાય છે. આટલું સસ્તું ટ્રિટેડ પાણી આખા દેશમાં કોઈ આપતું નથી. એટલે ગુજરાતની જનતાને ફ્રીમાં પાણી આપવાની લાલચ ન આપો.

કેજરીવાલ પર પાટીલનો પ્રહાર

આ પણ વાંચો આ વર્ષે 20 ટકાથી વધુ લોકો ભાજપ સાથે જોડાશે એવો મારો વિશ્વાસ છે : સી આર પાટીલ.

કેજરીવાલ લાલચ આપે છે તેમણે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક ભાઈ આવીને કહે છે કે, અમે ફ્રીમાં વીજળી આપીશું, પરંતુ પાવર આવશે કે, કેમ તે એક સવાલ છે. ગુજરાતના યુવાઓને પણ નોકરીની લાલચ આપી છે. સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે. ત્યારે આ ભાઈ 10 લાખ નોકરીની જાહેરાત કરે છે પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી.

આ પણ વાંચો ભાજપ પ્રદેશ અધ્યક્ષે ચૂંટણી માટે આપ્યો નવો સંકેત

ગુજરાતીઓ આપવા માટે હાથ લાંબો કરે છે પાટીલ ભાઉએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. કોરોના દરમિયાન પણ સૌથી વધુ કારીગરો સુરતથી ગયા હતા અને કોરોના બાદ પણ તમામ રાજ્યમાંથી સૌથી વધુ લોકો ગુજરાત આવ્યા હતા. એટલે ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો. ગુજરાતી આપવા માટે હાથ લાંબો કરે છે માગવા માટે નહીં.

Last Updated : Aug 26, 2022, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.