ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરપાલિકાઓમાં પર્યાવરણ જાળવણી માટે એક નિર્ણય (Environmental Conservation in Municipalities of the State) કર્યો હતો. સાથે જ મુખ્યપ્રધાને 9 નગરપાલિકાઓમાં 73.98 MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજીયુક્ત STP પ્લાન્ટ માટે 188.12 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી પણ (CM approval of the work of Municipalities) આપી દીધી છે.
ગંદા પાણીનો થશે યોગ્ય નિકાલ - નગરપાલિકાઓમાં સિવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ (Proper disposal of waste water in municipalities) પર્યાવરણ જાળવણી સાથે કરીને પાણીનો પુનઃઉપયોગ (Reuse of municipal wastewater) રિ-યૂઝ ઓફ ટ્રિટેડ વોટરનો (Sewage treatment plants in municipalities) અભિગમ અપનાવવામાં આવ્યો છે. તમામ નગરપાલિકાઓમાં STP સુવિધાની નેમ રાજ્ય સરકારે મૂકી છેે.
આ પણ વાંચો- Presidential Election 2022: CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ કર્યું મતદાન
57 નગરપાલિકાઓમાં STPના કામો કાર્યરત્ - આ સાથે જ રાજ્યની નગરપાલિકાઓમાં કુલ 1,497 MLD કેપેસિટીના 161 STP (Sewage treatment plants in municipalities) માટે 1,850 કરોડ રૂપિયા મંજૂર થયા છે. અત્યારે 57 નગરપાલિકાઓમાં 720 MLDના STPના કામો કાર્યરત્ છે.
આ પણ વાંચો- ગુજરાત કેબિનેટ બેઠક : પાક સર્વે, નુકશાની સર્વે સહિતના કયા મુદ્દાઓ ચર્ચાશે જૂઓ
CMએ આપી સૈદ્ધાંતિક મંજૂરી - મુખ્યપ્રધાને ગઢડામાં 6.3 MLD, કઠલાલમાં 4.5 MLD, મહુધામાં 4 MLD, પાટડીમાં 3.4 MLD, સાવરકુંડલામાં 13.40 MLD, બાયડમાં 5.07 અને 031 MLD, સિદ્ધપુરમાં 13.50 MLD, સોજિત્રામાં 2.5 MLD અને વલ્લભ વિદ્યાનગર નગરપાલિકામાં 21 MLDના STP કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
પર્યાવરણ જાળવણીનો ઉદ્દેશ - મુખ્યપ્રધાને રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના ભાગરૂપે 2022-23માં આ નગરપલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સ્યૂએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ (STP) (Sewage treatment plants in municipalities) તથા તે સંપૂર્ણતઃ કાર્યરત્ રહે. તે માટે જરૂરી સંલગ્ન આનુષાંગિક કામો માટે આ 188.12 કરોર રૂપિયાના કામોને મંજૂર કર્યા છે.