ETV Bharat / city

આજથી અમદાવાદમાં સીટી બસ સેવા ફરી શરૂ - AHMEDABAD LOCAL NEWS

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરની હાર્દ સમી બસ સેવા બંધ કરવામાં આવી હતી. ત્યારે આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી આ બસ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજથી અમદાવાદમાં સીટી બસ સેવા ફરી શરૂ
આજથી અમદાવાદમાં સીટી બસ સેવા ફરી શરૂ
author img

By

Published : Jun 7, 2021, 8:07 AM IST

  • આજથી અમદાવાદમાં AMTS અને BRTS દોડશે
  • કોરોનાને કારણે બંધ કરાઇ હતી શહેરની બસ સેવા
  • 50 ટકા કેપેસિટી સાથે દોડશે બસ

અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરની હાર્દ સમી બસ સેવા બંધ કરવામાં આવી હતી. ત્યારે આજે સોમવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી આ બસ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને પગલે પાછલા લગભગ ત્રણ મહિનાથી આ બસ સેવાઓ બંધ રાખવામાં આવી હતી. બસને નવા રંગ, રીપેરીંગ અને સેનીટાઈઝ કરીને તેને રોડ પર દોડાવવા બસના ટ્રાન્સપોર્ટ સેવાના કર્મચારીઓ આતુર છે.

આ પણ વાંચો: સીટી બસ દુર્ઘટનાઓ બાદ મનપા દ્વારા હવે સેફ્ટી ઓડિટ કરાવવામાં આવશે

મધ્યમ વર્ગના લોકોને રાહત થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત બસ સેવામાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરતા હોય છે. તેમાંના મોટા ભાગના મધ્યમ વર્ગના લોકો હોય છે. જેથી બસ સેવા શરૂ થવાથી તેમને મોંઘા રીક્ષા ભાડા આપવાથી છુટકારો મળશે. AMTS અને BRTS ની કુલ 1,500 જેટલી બસોમાંથી 50 ટકા બસો આજે સોમવારથી શરૂ કરવામાં આવશે. તેમાં પણ સીટિંગ કેપેસિટીના 50 ટકા પેસેન્જરોને જ બેસવાની મંજૂરી આપવામાં આવશે. આ બસ સેવા સવારે 6થી લઇને રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચો: પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા સીટી બસ સેવા ફરી શરૂ કરાશે

કોવિડ ગાઈડલાઈનનું રખાશે ધ્યાન

કોરોના કાળમાં બીજી લહેરમાં બસ સેવા બંધ રહેવાથી AMTS અને BRTS અનુક્રમે 12 કરોડ અને 9 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું હોવાનું મનાય છે. તેમ છતાં બસો શરુ કરતી વખતે કોવિડ ગાઈડલાઈનું ચુસ્ત પાલન કરવામાં આવશે. કંડક્ટર અને ડ્રાઇવર થર્મલ સ્ક્રીનિગ બાદ જ બસમાં ડ્યૂટી કરી શકશે. તો તેમની સાથે પ્રવાસીઓએ માસ્ક પહેરવું તેમજ હાથને સેનીટાઈઝ કરવા ફરજિયાત છે. ઉપરાંત રોજ વપરાશ બાદ પણ બસોને સેનીટાઈઝ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.