- શહેરમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
- ટેસ્ટિંગ કરવા લોકો ડોમ આગળ લાઈનમાં ઊભા રહેવા મજબૂર
- પૂરતી કીટ ન હોવાથી ઘાટલોડિયા વોર્ડમાં ત્રણ દિવસથી લોકો ધક્કા ખાય છે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે RT PCR ટેસ્ટ કરાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ અલગ-અલગ વોર્ડમાં ડોમ બનાવી રાખ્યાં છે. તમામ વોર્ડની જેમ ઘાટલોડિયા વોર્ડમાં પણ રોજ વહેલી સવારથી લોકો ટેસ્ટિંગ કરાવવા માટે લાઇનમાં ઊભા રહે છે. એક તરફ ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે તેવી પરિસ્થિતિ છે, ત્યારે બીજી તરફ પૂરતી કીટ ન હોવાના કારણે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં તેમનું ટેસ્ટિંગ નથી થઈ રહ્યું.
આ પણ વાંચોઃ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર RT-PCR ટેસ્ટ ફરજીયાત
કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ નથી થઈ રહ્યું ટેસ્ટિંગ
ઘાયલોડિયા વોર્ડના સ્થાનિક રૂપલ બેન પટેલે ETV Bharatના માધ્યમથી જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી તેઓ ટેસ્ટિંગ કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમને જાણ કરવામાં આવે છે કે કીટ પુરી થઈ ગઈ છે. ગઈ કાલે સોમવારે પણ માત્ર અહીં 50 કીટ જ આવી હતી, જેથી તેમણે પાછા ઘરે પરત ફરવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ AMC દ્વારા મહારાષ્ટ્રથી અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓનો RT PCR ટેસ્ટ કરાશે