ETV Bharat / city

IT Raid in Ahmedabad: ચિરીપાલ ગૃપ પર ITની રેડ, 40 જેટલી જગ્યા પર તપાસ શરૂ

અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સના મેગા ઓપરેશનને (IT Raid in Ahmedabad) લઈને ખળભળાટ મચી જવા પામી છે. બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. લગભગ IT વિભાગે 35થી 40 જગ્યા પર દરોડા પાડ્યા છે. IT વિભાગની (Chiripal Group Incometax) તપાસના અંતે મોટી કરચોરી મળે તેવી સંભાવનાઓ સામે આવી રહી છે.

IT Raid in Ahmedabad: ચિરીપાલ ગૃપ પર ITની રેડ, 40 જેટલી જગ્યા પર તપાસ શરૂ
IT Raid in Ahmedabad: ચિરીપાલ ગૃપ પર ITની રેડ, 40 જેટલી જગ્યા પર તપાસ શરૂ
author img

By

Published : Jul 20, 2022, 9:35 AM IST

Updated : Jul 20, 2022, 11:42 AM IST

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઇન્કમટેક્સે મેગા ઓપરેશન (IT Raid in Ahmedabad) હાથ ધર્યું છે. બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ (Chiripal Group Incometax) પર પણ IT ત્રાટકયુ છે. ચિરીપાલ ગ્રુપ ટેક્સટાઇલ, શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલો છે. આ દરોડા વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યા પાડવામાં આવ્યા છે.

કેટલી જગ્યા પર ITના દરોડા - ITની કાર્યવાહી લઈને અમદાવાદ (mega operation in IT) શહેરમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. શહેરમાં કુલ 35થી 40 જગ્યા ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે. જયોતિપ્રકાશ ચિરીપાલ, વિશાલ ચિરીપાલ, રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ ચાલુ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. ITની (Ahmedabad IT Department) તપાસના અંતે મોટો દલ્લો મળે તેવી સંભાવનાઓ પણ સામે આવી રહી છે.

અપડેટ ચાલુ...

Last Updated : Jul 20, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.