ETV Bharat / city

Child Trafficking In Gujarat: સરોગસીના નામે બાળ તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ, 2 લાખમાં કરતા હતાં બાળકનો સોદો

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી સુરતમાંથી મળી આવી છે. આ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં બાળ તસ્કરી (Child Trafficking In Gujarat) કરતા 9 આરોપીઓ પકડાયા છે. આ ગેંગ ગુજરાતમાંથી બાળકોની તસ્કરી કરી હૈદરાબાદમાં વેચવાનું કામ કરતી હતી

Child Trafficking In Gujarat: સેરેગેસીના નામે બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ, 2 લાખમાં કરતા હતા બાળકનો સોદો

author img

By

Published : Mar 5, 2022, 7:33 PM IST

Updated : Mar 5, 2022, 9:36 PM IST

અમદાવાદ: ગોમતીપુર વિસ્તાર (Gomtipur Area Ahmedabad)માંથી 17 ફેબ્રુઆરીના રાત્રી દરમિયાન ફુવારા સર્કલ પાસે એક શ્રમિક દંપતિની બાળકીનું અપહરણ (Child abduction In Ahmedabad) થયું હતું. આ અપહરણનો મામલો બાળ તસ્કરીનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. પ્રાથમિક તબક્કે આ કેસમાં પોલીસે અપહરણ અંગે તપાસ કરી તો કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી અને સરોગસીના નામે બાળ તસ્કરી કરી અને બાળકોના સોદા (Child Trafficking In Gujarat) કરતી ગેંગને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડી છે.

બાળકોની તસ્કરી કરી હૈદરાબાદમાં વેચવામાં આવતા

પોલીસ કસ્ટડીમાં રહેલા તમામ આરોપીઓના બાળકના અપહરણમાં અલગ અલગ રોલ રહ્યા છે. પરંતુ ટોળકીનું કામ એક જ હતું બાળકોને વેચવાનુ. આ ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરી બાળકોને હૈદરાબાદ (Child Trafficking In Hyderabad) વેચવાનું કામ કરતી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી રમ્યા ગુર્રમ, ઊર્મિલા પરમાર , વર્ષા ખસિયા , કિંજલ સાધુ, અશ્વિન ખસિયા, વિજય પરમાર અને અંજુમ એસ્લાવય છે. આ આરોપીઓ મહેસાણા , અમદાવાદ , વડોદરા (Child Trafficking In Vadodara) અને હૈદરાબાદ વિસ્તારના રહેવાસીઓ છે. પણ આ ટોળકી ભેગા મળી દંપતિ અશોક ચેટીમલ્લા અને પત્નીને બાળક જોઈતું હોય 2 લાખમાં બાળક વેચ્યું હતું. જેથી સુરતના દંપતિ પાસેથી બાળક પરત મેળવી તેના માતા-પિતાને પોલીસે સોંપ્યું હતું.

રીક્ષા પર લાગેલા જાહેરાતના એક સ્ટીકર પરથી ગુનાનો ભેદ ઉકેલાયો

17 ફેબ્રુઆરીએ રાત્રે મહેસાણાના લાખવડના રહેવાસી ચિરાગ સાધુ, કિંજલ પરમાર અને પ્રેમી વિજય પરમાર અમદાવાદના સરદારનગરમાં રહેતા સોમેશ પૂજારી સાથે મળી રખિયાલ, બાપુનગર ,સરદાર નગર અને ગોમતીપુરમાં રેકી કર્યા બાદ બાળકીનું અપહરણ કરી ફરાર થયા હતા. જો કે આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા એક રીક્ષા પર લાગેલા જાહેરાતના એક સ્ટીકર પરથી ગુના (Crime In Gujarat)નો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પહેલા તો પોલીસ અપહરણ કરનારા 4 આરોપી સુધી પહોંચી. પરંતુ આ કેસમાં સંડોવાયેલા આરોપી કિંજલ અને તેનો પ્રેમી વિજય વડોદરામાં રહેતા વર્ષા અને અશ્વિન ખસિયાને બાળકીને વેચવા હૈદરાબાદ પહોંચી ગયા હતા. જ્યાં તેમની નંદીની , રમ્યા અંજુમ અને ભવાની નામની મહિલા સાથે મુલાકાત થઈ હતી.

આરોપી કિંજલ અને વર્ષા સેરોગેસીથી બાળક લાવતા

બાદમાં હૈદરાબાદના ડોક્ટર દામોદર સાથે મળી 2 લાખમાં અપહ્યત બાળકીને વેચ્યું. જો કે આ મામલે પોલીસને તપાસમાં કેટલાક રહસ્યો મળતા વધુ તપાસ આદરી અને સુરતના અશોક ચેટીમલ્લાંને આરોપી કિંજલનું આધાર કાર્ડ મોકલી પોતાનું જ બાળક વેચવા આવશે, કેમ કે તેમના પિતાનું અવસાન થયું હોવાની કહાની પણ અશોક ચેટીમલ્લાને કરી હતી . એટલું જ નહીં પોલીસે તપાસ કરતા એ પણ સામે આવ્યું કે, આરોપી કિંજલ અને વર્ષા સરોગસીથી બાળક લાવતા અને તે દરમિયાન ગુજરાત સહિત અન્ય રાજ્યોની હોસ્પિટલોના સંપર્કમાં આવી જરૂરિયાત મંદોને બાળકોને વેચતા અને રૂપિયા કમાતા હોવાનો ખુલાસો થયો છે.

મોબાઇલ ફોનમાંથી અન્ય બાળકોના પણ ફોટા મળ્યા

હાલ પકડાયેલા આરોપીઓ પૈકી રમ્યાના મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક બાળકોના ફોટો મળી આવતા અન્ય બાળકોની પણ તસ્કરી થઈ હોવાનું પોલીસ માની રહી છે. જો કે આરોપી ઉર્મિલા પરમારે પણ અગાઉ પોતાના જ પરિવારના એક બાળકને વેચ્યું હોવાનો ખુલાસો કરતા પોલીસે આ અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.

Last Updated : Mar 5, 2022, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.