અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં સતત પ્રસરી રહેલા કોરોના વાઇરસને લઈને જનતાને કરફ્યૂ રાખવા આહ્વાન કર્યું છે. તો રાજ્યમાં ચેમ્બર ઓફ કોમર્સ સાથે જરૂરિયાતની વસ્તુઓનો પૂરવઠો જળવાઈ રહે તે મુદ્દે ચર્ચા કરી હતી.
CM રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર સહિત કચ્છને પણ લોક ડાઉન કરાયું છે. રાજ્યના જુદા જુદા જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સ સાથે મુખ્યપ્રધાન રૂપાણીએ વાત કરી હતી. જેમાં તેમણે રાજ્યની જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. તે સિવાય અન્ય કોમર્શિયલ પ્રવૃતિઓ બંધ રાખવા જણાવ્યું હતું.
CM રૂપાણીને જુદા જુદા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સહયોગની ખાતરી અપાઈ છે. તો જામનગર અને ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમના જિલ્લાને પણ લોક ડાઉન કરાય તેવી માગ CM વિજય રૂપાણી સમક્ષ કરાઈ છે.