ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો - Chief Minister Rupani

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતેથી કોરોના વેક્સિનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. કોરોના મહામારીથી હેરાન-પરેશાન લોકો માટે અમૃત સમાન વેક્સિન હવે આવી ગઇ છે, તેમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

Ahmedabad Civil Hospital
Ahmedabad Civil Hospital
author img

By

Published : Jan 16, 2021, 4:28 PM IST

Updated : Jan 16, 2021, 5:51 PM IST

  • 161 કેન્દ્રો પરથી હેલ્થ કર્મીઓ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેક્સિન
  • નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર રહી કોરોના રસીકરણનો લાભ લે
  • ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવી છે

ગાંધીનગર : 16 જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ અને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો, તે ઘડી આજે આવી છે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ દ્વારા કોરોનાના અંતની શરૂઆત થઇ છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

16 હજારથી વધુ હેલ્થ વર્કરોને રસીકરણ કરાશે

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 161 કેન્દ્ર પર 16 હજારથી વધુ હેલ્થ વર્કરો માટે કોરોના રસીકરણ હાથ ધરવામાં આવશે. કોરોના વેક્સિનેશન કામગીરીનો રાજ્ય સ્તરે આરંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે હેલ્થ વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી રહ્યો છે. કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ તેમજ સફાઇ કર્મીઓના સ્ટાફ જેમને નવ મહિનાથી પણ વધારે સમયથી સતત ખડેપગે રહીને રાઉન્ડ ધ ક્લોક રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી છે. કોરોનાની બીમારીથી સપડાયેલા લોકોને બચાવવા માટે દિવસ રાત જોયા વગર સેવા કરી છે, તેમને આ રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.

કોરોના સંક્રમિત હેલ્થ વર્કરોને કોરોના વેક્સિનેસનનો પ્રથમ હક્ક

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવતા પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે, તેવા તમામ હેલ્થકેર વર્કરોનો કોરોના વેક્સિન પર પ્રથમ હક છે. તેના ભાગરૂપે જ તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રસીકરણ પ્રક્રિયામાં આવા બાહોશ હેલ્થ વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ

ડર રાખ્યા વગર વેક્સિનનો લાભ લઈએ : રૂપાણી

અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે, તેમ જણાવતા મુખ્યપ્રધાને ઉમેર્યુ કે જયારે તબીબી જગત સાથે જોડાયેલા તજજ્ઞો કોઇપણ જાતના ડર વગર રસી લઇ રહ્યા હોય, ત્યારે આપણે પણ કોઇપણ જાતના ડર વગર કોરોના વેક્સિનેશન પ્રક્રિયા અનુસરીને તેનો લાભ લેવો જોઇએ. કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર જે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે દરમિયાન ગુજરાતના નાગરિકો કોઇપણ જાતના ભ્રમ, સંકોચ રાખ્યા વગર અફવાઓથી દૂર રહીને આ વેક્સિન લઇ શકે છે, તેવી અપીલ મુખ્યપ્રધાને નાગરિકોને કરી હતી. હાલ રસીકરણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાઇ રહેલી કોરોના વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો આ વેક્સિન પર સંપૂર્ણ ભરોસો રાખીને આ રસી લે તથા પોતાને અને પરિવારને સુરક્ષિત કરે.

5.41 લાખ કોરોના રસીના ડોઝ આવ્યા

કોરોના રસીકરણના પ્રાથમિકતા તબક્કામાં 5.41 લાખ જેટલા કોરોના રસીના ડોઝ આપવામાં આવવામાં આવ્યા છે, જેમાં 4.40 લાખ જેટલા હેલ્થકેર વર્કરોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે, જેના ભાગરૂપે શનિવારે મુખ્યપ્રધાન દ્વારા સમગ્ર રાજ્યના 161 રસીકરણ કેન્દ્ર પર 16 હજારથી વધુ લોકોમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ કોરાના રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશનર, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ, તબીબી તજજ્ઞોએ ઉપસ્થિત રહીને કોરોના રસી લેનારા હેલ્થકેર વર્કરોનો ઉત્સાહ વધાર્યો હતો.

2236 કોલ્ડચેઈન પોઈન્ટસ તૈયાર કરાયા

રાજ્યમાં આ રસીકરણ માટે રાજ્યમાં 17,128 વેક્સિનેટર્સ, 27,934 સેશન સાઇટસ અને 2236 કોલ્ડ ચેઇન પોઇન્ટસ તૈયાર કરવામાં આવેલા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ વેક્સિનેશનનો આરંભ થયો છે. આ વેક્સિન લેનારા આરોગ્ય કર્મીઓ-તબીબોને કોરોના વેક્સિન બેચ શોલ્ડર લગાવીને આગવી ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવી હતી.

Last Updated : Jan 16, 2021, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.