- ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રાજ્યપાલે શપથ લેવડાવ્યાં
- ચીફ જસ્ટિસ અરવિંદ કુમારના શપથમાં હાજર રહ્યાં સીએમ
- પદભાર સંભાળવા સાથે જ શરુ કરી દીધી કેસોની સુનાવણી
અમદાવાદઃ Chief Justice Arvind Kumar ના શપથ સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબહેન આચાર્ય તેમજ ગુજરાત હાઇકોર્ટના (High Court) ન્યાયમૂર્તિઓ, મુખ્યસચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો અધિકારીઓ, બાર કાઉન્સિલના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલ, મુખ્યપ્રધાન તેમજ વિધાનસભા અધ્યક્ષે જસ્ટિસ અરવિંદ કુમારને પુષ્પગુચ્છ અર્પણ કરી નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી હતી.
કઈ રીતે થાય છે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક?
મહત્વનું છે કે ભારતના બંધારણની કલમ 124 મુજબ હાઇકોર્ટના (High Court) ચીફ જસ્ટિસના નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમે કરેલી ભલામણથી રાષ્ટ્રપતિ હાઇકોર્ટના મુખ્ય જજની નિયુક્તિ કરે છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રાજ્યના રાજ્યપાલ શપથ લેવડાવે છે. આજે શપથવિધિ બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર (Chief Justice Arvind Kumar) હાઇકોર્ટમાં હજાર રહ્યાં હતાં અને કેસની સુનાવણી કરી હતી.
આ પણ વાંચોઃ અરવિંદ કુમાર બન્યા ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ 8 HCના ચીફ જસ્ટિસની નિમણૂક કરી
આ પણ વાંચોઃ 'હું દિલ્હી જઈ રહ્યો છું ગુજરાત મારું બીજું ઘર રહેશે': ચીફ જસ્ટિસ વિક્રમ નાથ