- અમદાવાદના ઇન્દિરાબ્રિજ પાસે કરવામાં છઠ પૂજા
- છઠ પૂજાના દર્શન કાર્યક્રમમાં જોવા મળ્યા રસપ્રદ દ્રશ્ય
- પ્રધાનોને કૂદવા પડ્યા ઘાટના દરવાજા
- ઋષિકેશ પટેલ દરવાજો કુદયા, જગદીશ પંચાલ પણ કુદયા ગેટ
અમદાવાદ: છઠ પૂજા (chhath pooja 2021)ના સ્થળ પર પહોંચેલા બન્ને પ્રધાનો મુખ્ય આયોજકો સાથે છઠ પૂજાના ઘાટ પર પહોંચ્યા હતા. દરમિયાન ઇન્દિરા બ્રિજના છેડેથી પ્રધાનો, મેયર સહિત અન્ય કોર્પોરેશનના હોદ્દેદારો પૂજાના સ્થાન પર એટલે કે ઘાટ પર પહોંચ્યા ત્યારે મોટા પ્રમાણમાં ભીડ હતી. જોકે જોવા જેવી ઘટના ત્યારે બની કે, જ્યારે પ્રધાનોઓ અને અન્ય કોર્પોરેશનના હોદેદારો એક્ઝિટ ગેટ સુધી પહોંચ્યા ત્યારે તે બંધ હતો અને ત્યાં તાળું લાગેલું હતું. જેથી બહાર કેવી રીતે નીકળવું તે મૂંઝાઈ ગયા હતા..
પ્રધાનોને કૂદવા પડ્યા ઘાટના દરવાજા
જો કે પ્રધાનોને કેવી રીતે નીકળવા તે અંગે આયોજકો મુંઝવાયા અને ગેટ ખોલવા માટે ચાવી લાવવા માટે કહ્યું, પરંતુ તે દરમિયાન જ રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સૌથી પહેલા સહેજ પણ રાહ જોયા વિના બંધ ગેટ પર ચડી કૂદયા અને બહાર આવ્યા અને સ્ટેજ તરફના સ્થાન પર જવા રવાના થયા. બીજી તરફ પ્રધાન જગદીશ પંચાલ ચાવી આવે એની રાહ જોઈ રહ્યા હતા, જોકે બાદમાં તેમને પણ ગેટ પર ચડી કૂદીને એક્ઝિટ થયા.
આ પણ વાંચો: જામનગર: છઠ્ઠ પૂજાની આસ્થાભેર ઉજવણી, ધારાસભ્ય વિક્રમ માડમ રહ્યા ઉપસ્થિત
આ પણ વાંચો: LIVE : છઠપૂજાની વિધીનાં કરો દર્શન