ETV Bharat / city

ચાંદખેડા અને પાલડી પોલીસ સ્ટેશનનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન

અમદાવાદમાં ગઈકાલે બે નવા પોલીસ સ્ટેશનોના નવ નિર્માણ માટે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. જેમાં પાલડી પોલીસ સ્ટેશન અને ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

ચાંદખેડા
ચાંદખેડા
author img

By

Published : Jun 25, 2021, 7:19 AM IST

  • શહેરમાં બે નવા અત્યાધુનિક પોલીસ સ્ટેશનનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન
  • 4.63 કરોડના ખર્ચે બે પોલીસ સ્ટેશન તૈયાર કરાયા
  • અત્યાધુનિક પોલીસ સ્ટેશન તૈયાર કર્યા હોવા છતાં CCTV કેમેરા ન દેખાયા

અમદાવાદ: શહેરમાં ગઈકાલે બે નવા પોલીસ સ્ટેશનોના નવ નિર્માણ માટે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. જેમાં પાલડી પોલીસ સ્ટેશન અને ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, નવા બનેલા આ બંને પોલીસ સ્ટેશન હાઈટેક પોલીસ સ્ટેશન છે. પાલડી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લિફ્ટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે-સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવવમાં આવેલો છે. જેથી કરીને એવા મહિલા પોલીસ કર્મીઓ હોય કે જેમના નાના બાળકો હોય તો તેવી મહિલાઓ પોતાના બાળકોને પોલીસ સ્ટેશન લાવવામાં પણ સહેજ પણ ખચકાટ અનુભવે નહીં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરનારી મહિલા પોલીસ કર્મીઓ સાનુકૂળતાથી પોતાની ફરજ નિભાવી શકે.

આ પણ વાંચો: મોરબીમાં રેન્જ IGએ પોલીસ સ્ટેશન અને કૅન્ટીનનું ઉદ્ધાટન કર્યું

પાલડી પોલીસ સ્ટેશન 2.12 કરોડના ખર્ચે તૈયાર કરાયું

જ્યારે પાલડી પોલીસ સ્ટેશન અને ચાંદખેડા પોલીસ સ્ટેશન શહેરના પ્રથમ એવા પોલીસ સ્ટેશન બન્યા જેમાં લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. ત્યારે નાગરિકોની સુવિધાને કેન્દ્ર સ્થાને રાખીને આ પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે પાલડી પોલીસ સ્ટેશન 2.12 કરોડના ખર્ચે તૈયાર કરાયું અને 2.51 કરોડના ખર્ચે ચાંદખેડા પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે, આટલા રૂપિયા ખર્ચ્યા હોવા છતાં પોલીસ સ્ટેશનમાં ક્યાંય CCTV કેમેરા નજરે આવ્યા ન હતા. ત્યારે સરકાર અત્યાધુનિક પોલીસ સ્ટેશન તૈયાર કરવા જઈ રહી છે, પરંતુ આટલો બધો ખર્ચ કર્યો હોવા છતાં CCTV કેમેરા કેમ નથી લગાવાયા એ મોટો સવાલ છે.

ચાંદખેડા અને પાલડી પોલીસ સ્ટેશનનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન

આ પણ વાંચો: New Cyber Crime Police Station : આણંદમાં ડિજિટલ ક્રાઈમમાં થશે અસરકારક કામગીરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.