રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 90 સ્થળોની હોટ સ્પોટ તરીકે પસંદગી કરવામાં આવશે અને તે તમામ સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે. આશરે 100 જેટલા અધ્યત્તન સુવિધા સાથેના વાહનો, મહિલાઓ અને સિનિયર સીટીઝન આધારીત બસ સ્ટોપ, મોબાઇલ એપ, મહિલા સાઇબર યુનિટ તેમજ, સાબરમતી રીવરફ્રન્ટ ખાતે નવી અધ્યત્તન પોલીસ ચોકીનું નિર્માણ કરાશે. મહિલાઓની સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખી એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.
જે રીતે દેશના નાના-મોટા શહેરોમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશના 9 જેટલા શહેરોને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદની પણ પસંદગી કરવામાં આવી છે. આમ કરોડોના ખર્ચે નિર્ભયા ફંડનો ઉપયોગ મહિલાઓની સુરક્ષા માટે કરવામાં આવશે.