- અમદાવાદના સ્થાપના દિવસની એલ.ડી.કોલેજના સ્વયંસેવકો દ્વારા અનોખી ઉજવણી
- યુનિવર્સિટી અને કોલેજની દીવાલ પર પેઈન્ટીંગ કરવામાં આવ્યું
- દીવાલોને સ્વચ્છ રાખવાના ઉદ્દેશથી રંગ અમેઝી ઇવેન્ટ યોજાઈ
અમદાવાદઃ અમદાવાદનો આજે 26 ફેબ્રુઆરીના રોજ સ્થાપના દિવસ છે, ત્યારે એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના સ્વયંસેવકો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છ ભારતને ધ્યાનમાં રાખીને કોઈપણ દીવાલોને ખરાબ ન કરે અથવા તેની ઉપર ગંદકી ન કરે તેવા હેતુથી વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદના જન્મદિવસ ઉપર 2014થી આ સ્વયંસેવકો દ્વારા રંગ અમેજી ઇવેન્ટ કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનો આ ઈવેન્ટમાં ભાગ લે છે.
આ વર્ષે કુલ 126 ટીમે સ્પર્ધામાં ભાગ લીધો
આ ઇવેન્ટમાં ભાગ લેનારાને પોતાની કારીગરીની તક આપવામાં આવે છે. સ્પર્ધાના અંતે ઇનામ પણ આપવામાં આવે છે, સાથે જ પર્યટન સ્થળની ફ્રી ટીકીટ આપવામાં આવે છે. આ વર્ષે કુલ 126 ટીમે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એક સારા ઉદ્દેશ સાથે આગામી સમયમાં કામ કરવામાં આવશે. અમદાવાદને સ્વચ્છ રાખવાના હેતુ સાથે સ્પર્ધકોને પોતાની કામગીરીની એક તક આપવામા આવે છે. જેમાં નવી પેઢીને એક સંદેશો પણ આ ઇવેન્ટ દ્વારા આપવામાં આવતો હોય છે.