- સમગ્ર દેશમાં રામ નવમીની કરાઈ ઉજવણી
- કોરોનાને કારણે ઈસ્કોન મંદિરમાં સાદાઈથી રામનવમીની ઉજવણી
- ધાર્મિક પૂજાવિધિ મંદિરના પૂજારીઓ દ્વારા જ સંપન્ન કરવામાં આવી
અમદાવાદઃ રામ નવમી નીમિત્તે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ઉજવણી કરવામાં આવી હતી. આજે બુધવારે ઈસ્કોન મંદિરમાં રામ નવમી અને ઈસ્કોન મંદિરના 24 માં પાટોત્સવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ઇસ્કોન મંદિરમાં રામચંદ્રનો અભિષેક અને આરતી
આ મહોત્સવની શરૂઆત સવારે 04:30 કલાકે મંગળા આરતીથી થઈ હતી, ત્યારબાદ સવારે 07:00 કલાક સુધી ભક્તોએ મહામંત્રનો જાપ કર્યો હતો. ત્યારબાદ ભગવાનની શૃંગાર દર્શન આરતી અને પ્રભુપાદની ગુરુ પૂજા કરવામાં આવી હતી. બુધવારે સવારે 08 કલાકે ભગવાન રામચંદ્રના જીવન ચરિત્ર પર કથાનું વાંચન કરાયુ હતું. સવારે 11 કલાકે ભગવાન રામચંદ્રનો વિવિધ પ્રકારનાં ફળોના રસ, પુષ્પ, પંચગવ્ય વસ્તુઓ વગેરે સાથે અભિષેક કરાયો હતો. ભગવાનનો અભિષેક કરીને ફળો, રસ, મિષ્ઠાન, ફરસાણ અને ખીચડાનો છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરતી સાથે પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રામ નવમી નિમિત્તે શ્રી રામ પાસેથી શીખવા જેવી છે આ 5 બાબતો
ભક્તો માટે મંદિરના પેજ પર ઉજવણી લાઈવ કરાઈ
ઈસ્કોનના હરેશ ગોવિંદ દાસજીએ જણાવ્યું કે, “દર વર્ષે રામ નવમી અને પાટોત્સવ ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. પણ આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારના નીતિ નિયમને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના યુ ટ્યૂબ પેજ પર સમગ્ર ઉત્સવ લાઈવ કરાયો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં કોરોનાના ચાલતા સતત બીજા વર્ષે રામ નવમીની શોભાયાત્રા રદ્દ