ETV Bharat / city

આજથી આ જગ્યા પર રાખવા પડશે CCTV, નવા નિયમ માટે થઈ જાઓ તૈયાર - Gujarat Government decision for CCTV

રાજ્યમાં સુરક્ષામાં વધારો કરવા સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. હવે આજથી (1 ઓગસ્ટ) તેને અમલમાં મુકવામાં આવ્યો છે. સાથે જ CCTV કેમેરા સિસ્ટમ લગાવવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી આ નિર્ણય (Gujarat Government decision for CCTV) કરવામાં આવ્યો છે.

આજથી આ જગ્યા પર રાખવા પડશે CCTV, નવા નિયમ માટે થઈ જાઓ તૈયાર

author img

By

Published : Aug 1, 2022, 8:23 AM IST

અમદાવાદઃ રાજ્ય સરકારે રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા માટે રાજ્યમાં હજી વધુ CCTV કેમેરા લગાવવાનો નિર્ણય (Gujarat Government decision for CCTV) કર્યો છે. ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022નો (Gujarat Public Safety Enforcement Act 2022) આજથી (1 ઓગસ્ટ) આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કે અહીં અમલમાં - આ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મૂકવાનો નિર્ણય (Gujarat Government decision for CCTV) કરવામાં (CCTV Camera compulsory in Municipal Corporations Cities)આવ્યો છે. આ અધિનિયમ અનુસાર, એક જ સમયે 1,000 લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમયાન 1,000 લોકોની અવરજવર રહેતી હોય તેવી સંસ્થાઓએ CCTV કેમેરા લગાવવાના રહેશે. એટલું જ નહી, 30 દિવસના ફૂટેજ પણ સાચવી રાખવા પડશે. PSI કે તેમની ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વીડિયો ફૂટેજ માગી શકશે.

સમિતિની કરાશે રચના - આ અધિનિયમના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતિની રચના જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate Public Safety Committee) દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે. તેમ જ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ન હોય તેવા અધિકારી સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતfના સભ્ય રહેશે. તેમ જ જે વિસ્તારને અધિનિયમની જોગવાઈ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિએશનના 3 કરતા વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો 2 વર્ષનો રહેશે. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમિતિના સભ્ય સચિવ તરીકે નાયબ પોલીસ કમિશનર કામગીરી બજાવશે.

આ પણ વાંચો-જીવ જતા જતા બચી ગયો, ટ્રક નીચે 2 મહિલાઓ કચડાવાનો સીસીટીવી વીડિયો...

સલામતીના લેવા પડશે પગલાં - આવી સમિતિ દ્વારા લેખિતમાં ભલામણ કરવામાં આવ્યા હોય તેવા જાહેર સલામતીના પગલાં 6 મહિનાની અંદર ગોઠવવાનું સંબંધિત સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે. આ અધિનિયમમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે, જાહેર સલામતી સમિતિ કે જાહેર સલામતી પેટા સમિતિ દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય તેવા અધિકારી 2 દિવસની નોટિસ/સૂચના આપ્યા પછી દિવસના વાજબી કલાકોમાં આવા એકમો, સંસ્થાઓમાં સીસીટીવી કેમેરાની સિસ્ટમનું નિરીક્ષણ કરીને કોઈ પણ ડિફોલ્ટ અથવા ઉલ્લંઘનના કિસ્સામાં જાહેર સુરક્ષા સમિતિને (Public Safety Committee) પોતાનો અહેવાલ આપશે.

આ પણ વાંચો- જીવન આપવા દોડતી એમ્બ્યુલન્સે જ 4નો જીવ લીધો, જીવલેણ અકસ્માતનો જુઓ વીડિયો

લોકો કરી શકશે અપીલ - કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા જાહેર સલામતી સમિતિ (Public Safety Committee) દ્વારા કરાયેલા હુકમ સામે 30 દિવસની મર્યાદામાં જિલ્લા મેજિસ્ટ્રેટને અપીલ કરી શકશે. તેવી જોગવાઈ પણ આ અધિનિયમમાં રાખવામાં આવેલી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અપીલ દાખલ કર્યાની તારીખથી 60 દિવસમાં નિર્ણય આપવાનો રહેશે. તેમ જ દંડની રકમ મહેસૂલી રાહે વસૂલ કરવાની રહેશે. આ અધિનિયમનો અમલ થતાં રાજ્યના નગરો મહાનગરોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષાના ઉપાયોગ વધુ સંગીન બનશે.

અહીં લગાવવા પડશે કેમેરા - રાજ્યમાં જાહેર સ્થળો, મોટી સંખ્યામાં લોકોની અવરજવરવાળા સ્થાનો સાથે હવે એક જ સમયે 1,000થી વધુ લોકો ભેગા થતા હોય કે, દિવસ દરમ્યાન 1,000 લોકોની અવરજવર હોય તેવી સંસ્થાઓએ CCTV કેમેરા લગાવવાના રહેશે.

સરકારનો વધુ એક નિર્ણય - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક નિર્ણય (Gujarat Government decision for CCTV) કર્યો છે. ઝડપી ઔદ્યોગીકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસિત ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમતગમત સંકુલો તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાયરૂપે આ નિર્ણય (Gujarat Government decision for CCTV) કરવામાં આવ્યો છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.