- શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની વકરતી પરિસ્થિતિ
- ડેન્ગ્યૂના કેસ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સાત ગણા વધ્યા
- ટાઈફોઈડના 2020માં 965 કેસ સામે 2021માં 1544 કેસ નોંધાયા
અમદાવાદ: વર્ષ 2020 અને 2021ના સપ્ટેમ્બર મહિના સુધીના નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વાત માત્ર મચ્છરજન્ય રોગચાળા સુધી જ નથી અટકતી પણ પાણીજન્ય રોગચાળામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2020 સુધીમાં ઝાડા-ઉલ્ટીના 2072 કેસ નોંધાયા હતા. જે 2021માં 2650 સુધી પહોંચ્યા છે. આ સાથે કમળાના 2020માં 540 કેસ નોંધાયા હતા. જે 2021માં વધીને 989 થઈ ગયા છે. ટાઈફોઈડના 2020માં નોંધાયેલા 965 કેસ સામે 2021માં 1544, જ્યારે કોલેરાના 2020માં એક પણ કેસ નોંધાયા ન હતા, પણ 2021માં 64 કોલેરાના કેસ પણ નોંધાયા છે.
ક્લોરિન ટેસ્ટ કરતા 202માં ક્લોરીન નિલ મળી આવ્યા
શહેરમાં વધતા જતા અને રોગચાળાને ધ્યાનમાં રાખીને મ.ન.પા.એ વિવિધ કામગીરી કરી હોવાના દાવા પણ કર્યા છે. જેમાં 25 સપ્ટેમ્બર 2021 સુધી કુલ 1,16,761 લોકોના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હોવાનો દાવો મ.ન.પા.એ કર્યો છે. જ્યારે ડેન્ગ્યૂ માટે 6,092 સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ મચ્છરોની નાબૂદી માટે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેનો છંટકાવ પણ કરી રહી છે. આ સાથે પાણીજન્ય રોગચાળા ઉપર કાબૂ મેળવવા માટે 73,510 ક્લોરિન ટેસ્ટ કરતા તે પૈકીના 202માં ક્લોરિન નિલ મળી આવ્યા છે. જયારે 7,992 બેકટોરિયોલોજીકલ તપાસ માટે લીધેલા પાણીના નમૂનાઓ સામે 156 નમૂનાઓ ફેલ ગયા છે.