અમદાવાદ: પાટીદાર આંદોલન (patidar anamat andolan) વખતે જે કેસ દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી સરકારે આજે 10 કેસ પાછા ખેંચ્યાં છે. આ વિશે હાર્દિક પટેલે કહ્યું કે, સરકારે 9 કેસ જૂના જ ખેંચ્યા અને 1 જ નવો કેસ (Cases Against Patidar) પરત ખેંચ્યો છે. હાર્દિક પટેલે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે કેસ પાછા ખેંચ્યા છે તે જૂના પાછા લીધા છે. તેમાંથી 10 કેસમાંથી 9 કેસ જૂના જ છે. એક જ કેસ છે જે નવો કેસ છે જે મારા ઉપર લગાવવામાં આવ્યો હતો.
હજુ પણ ઘણા કેસ પેન્ડિંગ- હાર્દિક પટેલે જણાવ્યું કે, સરકારે જે વચન પટેલ સમાજ (Patidar Community In Gujarat)ને આપ્યું હતું કે કેસ પાછા ખેંચવામાં આવશે પણ તે કેસ હજુ સુધી ખેંચવામાં આવ્યાં નથી. પાટીદારો પર 497 કેસ હતા જેમાંથી 247 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. હજુ ઘણા કેસ પેન્ડિંગ (Pending Cases Against Patidar) છે. સરકારને વિનંતી છે કે આ કેસ પણ જલદીથી પાછા લેવામાં આવે. અમે સરકારને 23 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું કે, જે કેસ પાટીદાર ભાઈઓ પર લગાવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવે.
આ પણ વાંચો: Patidar Anamat Andolan Cases Withdraw : પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પાછા લેતી સરકાર, હાર્દિકને રાહત
કેસ પાછા લેશે તો સરકારનું મોં મીઠું કરાવીશું- હાર્દિકે કહ્યું કે, મને સરકાર પર ભરોસો છે કે કેસ પાછા લેશે. જો નહીં લે તો તેનું પરિણામ ભોગવવું જ પડશે. પાટીદારની એકતા જોઈને જ સરકારે આ કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. અમારી માંગ અપરાધી લોકો માટે નથી, પણ આંદોલનકારી લોકો માટે હતી. બાકીના કેસ જલદીથી પાછા લેવામાં આવશે તો અમે સરકારનું મોં મીઠું કરાવીશું, નહિતર કડવું જ રહેશે.
આ પણ વાંચો: Patidar Cases Withdraw: સરકાર પાટીદાર સમાજ પરના તમામ કેસ પરત ખેંચે તેવી કોંગ્રેસની માગણી
પાટીદાર નેતા ગીતા પટેલને પણ રાહત- ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં પાટીદાર સમાજને 10 ટકા અનામતની માંગણીઓને લઇને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં હિંસાના બનાવો પણ બન્યાં હતાં. જેને લઇને પોલીસે ઠેકઠેકાણે કેસ દાખલ કર્યાં હતાં. જેમાંથી રાજ્ય સરકારે પાટીદાર આંદોલનમાં થયેલા 10 કેસ પરત (Patidar Anamat Andolan Cases Withdraw) ખેચ્યાં છે. જેમાં પાટીદાર નેતા ગીતા પટેલને પણ રાહત મળી છે.