ETV Bharat / city

Cancer Survivor Gathering in Ahmedabad : GCRI એ પહોંચાડ્યો કેન્સર સર્વાઈવરનો આ સંદેશ, જુસ્સો બિરદાવાયો - GCRI World Cancer Day Celebration 2022

વર્લ્ડ કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. કેન્સરમાંથી સાજા થયેલાં દર્દીઓની ઉપસ્થિતિ (Cancer Survivor Gathering in Ahmedabad) અહીં ખાસ આકર્ષણ બની હતી.

Cancer Survivor Gathering in Ahmedabad : GCRI એ પહોંચાડ્યો કેન્સર સર્વાઈવરનો આ સંદેશ, જુસ્સો બિરદાવાયો

author img

By

Published : Feb 4, 2022, 6:50 PM IST

અમદાવાદઃ આજે વર્લ્ડ કેન્સર દિવસ (World Cancer Day 4 February 2022) નિમિત્તે ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-જીસીઆરઆઈ હોસ્પિટલ (GCRI World Cancer Day Celebration 2022 ) દ્વારા કેન્સરથી સર્વાઈવર થયેલા દર્દીઓ (Cancer Survivor Gathering in Ahmedabad) થકી લોકો સુધી વહેલાં નિદાન તથા સમયસરની સારવારથી સ્વસ્થ તથા કેન્સરમુક્ત જીવન જીવી શકાય છે. એવો સંદેશો પહોંચે એ માટે આ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બંને આરોગ્યપ્રધાન ઉપસ્થિત રહ્યાં હતાં

"ક્લોઝ ધ કેર ગેપ" આ વર્ષની થીમ છે

વિશ્વભરમાં 4 ફેબ્રુઆરી "વિશ્વ કેન્સર દિવસ " તરીકે ઉજવવવામાં આવે છે. આ વર્ષના વિશ્વ કેન્સર દિવસની થીમ "ક્લોઝ ધ કેર ગેપ" (World Cancer Day Theme "Close the Care Gap") છે. આજે વિશ્વમાં દિન પ્રતિદિન કેન્સરના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે આજે જે તમામ 50 લોકો કેન્સરને હરાવીને (Cancer Survivor Gathering in Ahmedabad) અહીં બેઠા છે તે તમામ સમાજના લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ છે જે નિયમિત સારવારથી સ્વાસ્થ થઈ શક્યાં છે.

કેન્સર સામે જાગૃતિથી અટકાવી શકાય છે મહારોગ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કેન્સરના દર્દી સ્ક્રિનિંગ કરાવીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત (Cancer Survivor Gathering in Ahmedabad) થાય તો કેન્સર ચોક્કસપણે મટી શકે છે. પ્રથમ સ્ટેજમાં જ તેની સારવાર થઈ જાય તો કેન્સરને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાય છે.

આ પણ વાંચોઃ Exclusive Interview Dr. Shefali Desai: મહિલાઓની સાથે પુરુષોમાં પણ જોવા મળી રહ્યું છે બ્રેસ્ટ કેન્સર, જાણો કારણ...

કેન્સર દર્દીઓના જુસ્સાને બિરદાવાયો

કાર્યક્રમમાં હાજર રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન નિમિષાબેન સુથારે જે લોકો કેન્સરને કેન્સલ કરીને સામાન્ય જિંદગી જીવી (Cancer Survivor Gathering in Ahmedabad) રહ્યાં છે તેવા જીસીઆરઆઈના 50 કેન્સર દર્દીઓના લડવૈયાઓના જુસ્સાને બિરદાવ્યો હતો.

આ પણ વાંચોઃ World Cancer Day 2022: 10 વર્ષમાં બમણાં થયાં કેન્સરના દર્દીઓ, તમે તો નથી રાખતાને આ બેદરકારી!

પુરુષોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું

વર્ષ 2020માં દેશમાં 13.92 લાખ નવા કેસ નોંધાયાં હતાં. ગુજરાતમાં 69.66 હજાર કેસ નોંધાયાં હતાં. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેર કેન્સર રજિસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે દર એક લાખની વસતીએ પુરુષોમાં 98 અને સ્ત્રીઓમાં 77 નવા કેન્સરના (World Cancer Day 4 February 2022) કેસ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.