- કેમ્પ હનુમાન મંદિર ( Camp Hanuman Temple ) મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન
- કેમ્પ હનુમાન મંદિર ( Camp Hanuman Temple ) રિવરફ્રન્ટ પર ફિટ કરવાના નિર્ણય સામે કોર્ટમાં થયેલી અરજી
- કેમ્પ હનુમાનની મૂર્તિ સ્વયંભુ હનુમાનની અરજીમાં રજૂઆત
અમદાવાદ : 150 વર્ષથી પણ જૂના મંદિરને ખસેડવા મુદ્દે તુલજા યુવક મંડળે આ સામે સેન્ટ્રલ બેન્કના હનુમાનજી સ્વયંભૂ મૂર્તિ હોવાના કારણે તેમને રિવરફ્રન્ટ ખાતે ખસેડવામાં આવે તે માટેની અરજી કરી છે. અહીં મંદિરમાં પૂજા કરતા પૂજારીઓ અને ભક્તોને પૂજા માટે મંદિર વર્ષોથી લીઝ પર આપવામાં આવ્યું છે. એવામાં જો મંદિર ખસેડવામાં આવશે તો ભક્તો અને પૂજારીઓની ધાર્મિક આસ્થા દૂભાશે. જે કારણે કેમ્પ હનુમાન મંદિર ( Camp Hanuman Temple ) અને હનુમાનજીની મૂર્તિ ન ખસેડવા માટે વચગાળાના આદેશ ની માંગણી કરવામાં આવી છે આગામી સમયમાં આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે.
ભારતના બંધારણમાં કરાયેલી જોગવાઈ મુજબ લોકોને પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરવાનો અધિકાર
ગુજરાત હાઇકોર્ટ ( GUJART HIGH COURT )માં કરાયેલી અરજી મુજબ કેમ્પ હનુમાન ( Camp Hanuman Temple )ની મૂર્તિ માનવ હાથોથી નહીં પરંતુ સ્વયંભૂ છે અને દેશના બંધારણની જોગવાઈ પ્રમાણે લોકોની પોતાની ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર હોવાથી મંદિર ખસેડવામાં ન આવે, તે માટેની અરજી કરવામાં આવી છે. આ ઉપરાંત અરજીમાં રજૂઆત કરવામાં આવે છે. મંદિર ખસેડવાનો નિર્ણય સ્થાનિકો સાથે ચર્ચા કરીને લેવાવો જોઇએ. કેન્ટોનમેન્ટ બોર્ડમાં જનરલ ઓફિસર કમાન્ડિંગ કેન્ટોન્મેન્ટ બોર્ડના CEO રાજ્ય સરકાર અને હનુમાન મંદિર ટ્રસ્ટને પક્ષકાર તરીકે પણ જોડવામાં આવ્યા છે.
આ પણ વાંચો -
- આખરે કેમ્પના હનુમાન મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા, આગામી સોમવારથી કરી શકાશે દર્શન
- અમદાવાદ: કેમ્પ હનુમાન ભક્તો માટે ખોલવા ટ્રસ્ટ તૈયાર, આર્મીની પરવાનગીની જોવાય છે રાહ
- 8 મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિર દર્શન માટે ખોલવા અમદાવાદ ચેરિટી કમિશનરનો હુકમ
- અમદાવાદ હનુમાન મંદિરે હનુમાન જયંતિના તમામ કાર્યક્રમ રદ
- અમદાવાદ: કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તો 23 નવેમ્બરથી કરી શકશે દર્શન
- કેમ્પ હનુમાન મંદિરમાં થશે ટેકનોલોજીનો ઉપયોગ, ઈ-દર્શન અને ઈ-પેમેન્ટની સુવિધા શરુ કરાશે