ETV Bharat / city

ચીખલીગર ગેંગના સાગરિતો ઝડપાયા, જીમ ટ્રેનરો રાત્રે ઘરફોડ ચોરી કરતાં

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીને ગુનામાં કુખ્યાત ગેંગના ત્રણ સાગરfતોને ઝડપી પાડયાં છે. પકડાયેલા ત્રણેય શખ્સો જિમ ટ્રેનર તરીકે કામ કરતા અને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતાં હતાં. અગાઉ પણ ઘરફોડ ચોરીના કેસોમાં આરોપીઓ પકડાઇ ચૂક્યાં છે.

author img

By

Published : Jun 7, 2021, 1:32 PM IST

ચીખલીગર ગેંગના સાગરિતો ઝડપાયા, જીમ ટ્રેનરો રાત્રે ઘરફોડ ચોરી કરતાં
ચીખલીગર ગેંગના સાગરિતો ઝડપાયા, જીમ ટ્રેનરો રાત્રે ઘરફોડ ચોરી કરતાં
  • અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીને ગુનામાં કુખ્યાત ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યાં
  • ત્રણેય શખ્સો જિમ ટ્રેનર તરીકે કામ કરતા અને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરતા
  • ત્રણે ચીખલીકર ગેંગના સાગરિતો છે

    અમદાવાદઃ પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ ત્રણે ચીખલીકર ગેંગના સાગરિતો છે. જેમાંથી મુખ્ય સૂત્રધાર જશપાલસિંહ ઉર્ફે પ્રધાનસિંઘ સરદાર પોતાના અન્ય બે સાગરીતો સાથે ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતો.અન્ય બે શખ્સો મહેન્દ્રસિંહ સરદાર અને ગબ્બર સિંહ સરદાર અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યા છે.

    જ્યારે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાને આ ત્રણેય આરોપીઓ ભેગા મળી અંજામ આપ્યો હતો. જોકે પોલીસે CCTV ફૂટેજ આધારે આરોપીઓ પાસેથી ₹ 1.61લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો જશપાલસિંહ પ્રધાન અને સિંહ જિમ ટ્રેનર તરીકે બોપલ વિસ્તારમાં જ નોકરી કરતાં હતાં.

    આ પણ વાંચોઃ 82 દિવસ બાદ આજથી શહેરમાં AMTS અને BRTS બસની સેવા કાર્યરત

    જેમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે બે આરોપી જમાઈ અને સસરા છે. એકાદ વર્ષ પહેલાં આરોપી બોપલમાં જીમ ટ્રેનર તરીકે કામે લાગ્યાં હતાં. પરંતુ લોકડાઉનમાં જીમ બંધ થઈ જતાં ફરી એક વખત જશપાલસિંહ અને ગબ્બર પોતાની ટોળકી સાથે ઘરફોડ ચોરી કરવાના રવાડે ચડયાં હતાં.

    આ પણ વાંચોઃ અમદાવાદમાં ACPના ઘરમાં થઈ ચોરી, 13 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.