ETV Bharat / city

મોરબીના બ્રિજેશ મેરજાએ લીધા પ્રધાનપદના શપથ, કોંગ્રેસમાંથી વધુ એક આયાતી MLAને પ્રધાનપદનો શિરપાવ

કોંગ્રેસનો હાથ છોડી કેસરીયાં કરનાર બ્રિજેશ મેરજાની આ વખતના પ્રધાનમંડળમાં પ્રધાનપદ પામવાનું સપનું સાકાર થયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને સત્તાનો સ્વાદ પામનાર આ નેતાએ કદાચ પક્ષપલટા સમયે સૌથી વધુ વિરોધનો વાવંટોળ સહન કરવો પડ્યો હતો.

મોરબીના બ્રિજેશ મેરજાએ લીધા પ્રધાનપદના શપથ

author img

By

Published : Sep 16, 2021, 3:59 PM IST

Updated : Sep 16, 2021, 6:59 PM IST

  • બ્રિજેશ મેરજાએ જિલ્લા પ્રભારી કે નિરીક્ષક તરીકે કામગીરી કરી
  • જન્મભૂમિ ચમનપર ગામના "આદર્શ યુવક મંડળ"ની પ્રવૃત્તિઓ કરી
  • બ્રિજેશ મેરજા ફ્રીલાન્સ જર્નાલિઝમ અને કૃષિ પત્રકારિત્વ કરે છે

અમદાવાદ- શપથ લઇ રહેલા પ્રધાનોમાં ઉચ્ચ શિક્ષિત એવા બ્રિજેશ મેરજા એક લેખક હોવાની નામના પણ ધરાવે છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં તેમણે પણ શપથ લેવાના છે તેવો ફોન પામનાર ભાગ્યશાળી મેરજાની કેટલીક અંગત વિગતો આ પ્રમાણે છે.

નામ : બ્રિજેશ અમરશીભાઈ મેરજા

જન્મ તારીખ :1 માર્ચ 1958

જન્મ સ્થળ : ચમનપર

વૈવાહિક સ્થિતિ : પરિણિત

ધર્મપત્ની: શ્રીમતી સુશીલાબહેન મેરજા

સર્વોચ્ચ લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ

અન્ય લાયકાત : બી.કોમ., ડિપ્લોમા ઇન બેન્કિંગ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, એડવર્ટાઈઝ એન્ડ પબ્લિક રિલેશન, ગવર્નમેન્ટ ડિપ્લોમા ઈન કો-ઓપરેશન એન્ડ એકાઉન્ટન્સી, એલએલ.બી. (પ્રથમ વર્ષ)

હાલનું સરનામું: કચેરી: જનસંપર્ક કાર્યાલય, મહેશ હોટલવાળી શેરી, પંચશીલ કોમ્પ્લેક્સ, શનાળા રોડ, મોરબી –363641 ઘર: પ્રશાંત પેરેડાઈઝ, મિલાપનગર, કેનાલ રોડ, મોરબી

કાયમી સરનામું :"વજીબા આશિષ", મુ. ચમનપર, તા. માળિયા (મિ), જિ. મોરબી

મતવિસ્તારનું નામ : મોરબી

અન્ય વ્‍યવસાય : કન્સલટન્સી અને સમાજસેવા

શોખ : મિત્રો સાથે પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ, જૂની ફિલ્મોના ગીતો જોવાં, સાંભળવાં. જનસંપર્ક. જુદા જુદા વિષયોનું વાંચન, મનન, ચિંતન, પ્રવચનો આપવાં, સાંભળવાં

પ્રવાસ : દુબઈ અને કંબોડિયા

પ્રવૃત્તિઓ: સભ્ય શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ, ગાંધીનગર. પ્રમુખ સિટી લાયન્સ ક્લબ મોરબી, સેક્રેટરી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન, પૂર્વપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રધાન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહાપ્રધાન, ડેલિગેટ, સૌરાષ્ટ્ર ઝોન - 3ના ઈનચાર્જ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, પ્રદેશ કોંગ્રેસ પક્ષ દ્વારા જુદા-જુદા સમયે સોંપાયેલી ચૂંટણી ઈનચાર્જ, જિલ્લા પ્રભારી કે નિરીક્ષક તરીકે કામગીરી કરી છે.

તાજેતરની અતિવૃષ્ટિમાં માળિયા તાલુકા-શહેરના લોકોની ખડે પગે મદદ કરી

પૂર્વ સભ્ય, કોટન એડવાઇઝરી બૉર્ડ, ભારત સરકાર, કોલેજકાળ દરમિયાન વર્ગ પ્રતિનિધિ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જ્યેષ્ઠ પુત્ર ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં સમયાંતરે ગરીબ દર્દીઓ માટે મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, મહાનુભવોના પ્રેરક પ્રવચનો દ્વારા સત્કાર્યોના પ્રચાર-પ્રસારનું કાર્ય, ખેલકૂદ અને શૈક્ષણિક ક્ષેત્રમાં ડો. પ્રશાંત એવોર્ડ થકી યુવાનોને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિઓમાં સક્રિય, ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી કુદરતી આફતોમાં અને તાજેતરની અતિવૃષ્ટિમાં માળિયા તાલુકા-શહેરના લોકોની ખડે પગે મદદ કરી.

'બેસ્ટ સિટિઝન ઑફ ઇન્ડિયા' એવોર્ડથી સન્માનિત

જન્મભૂમિ ચમનપર ગામના "આદર્શ યુવક મંડળ"ની પ્રવૃત્તિઓ, લાઈબ્રેરી તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને મદદમાં સક્રિય, વિદ્યાર્થી અવસ્થામાં મોરબીના ગરીબ પાટીદાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય સામેલગીરી, મોરબીની સામાજિક, શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન, 'બેસ્ટ સિટિઝન ઑફ ઇન્ડિયા' એવોર્ડથી સન્માનિત, મોરબી-માળિયા વિસ્તારમાં 790 કિ.મી. પદયાત્રા થકી લોકસંપર્ક દ્વારા જનજાગૃતિ કેળવવાની કામગીરી કરી. પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અર્થે યોજાયેલી વિવિધ પદયાત્રાઓમાં 180 કિ.મી.નો પ્રવાસ કર્યો, ગાંધી આશ્રમ અમદાવાદથી વિધાનસભા, ગાંધીનગર સુધી ખેડૂતોના પ્રશ્નો માટે યોજાયેલી પદયાત્રામાં સક્રિય સામેલગીરી. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જુદા-જુદા અધિવેશનોમાં ડેલિગેટ તરીકે તથા તાલીમ અને વર્કશોપ્સમાં આમંત્રિત મહેમાન તરીકે ભાગ લીધો.

પ્રસિદ્ધ કરેલા પુસ્તકો : 22 વર્ષની ઉંમરે ચમનપરની શતાબ્દીની સ્મૃતિમાં પ્રકાશિત "સમર્પણ" વિશેષાંકનું સફળ સંપાદન, 24 વર્ષની ઉંમરે સૌરાષ્ટ્ર ગ્રામજન પ્રકાશન લિ. ના દૈનિક અખબાર "લોકમાન્ય" ના તંત્રી વિભાગમાં રિપોર્ટર તરીકે કામગીરી, સન 1980માં નાબાર્ડ બેન્કની સ્થાપના અંતર્ગત સહકારી ધીરાણ માળખા અંગે સંશોધન પેપર પ્રકાશિત કર્યું, પ્રસંગોપાત કવિતા, ગઝલ, લેખો અને વાર્તાઓનું લેખન, ફ્રીલાન્સ જર્નાલિઝમ અને કૃષિ પત્રકારિત્વ કરે છે, જ્યેષ્ઠ પુત્ર ડૉ. પ્રશાંતની સ્મૃતિમાં 'તાત્પર્ય' તથા 'ધી પરપઝ ઑફ લાઈફ'નું પ્રકાશન, પ્રદેશ કોંગ્રેસ સમિતિના હાઉસ જર્નલ "કૃત સંકલ્પ" ની પ્રકાશન સમિતિના સભ્ય તરીકે કામગીરી કરી છે.

Last Updated : Sep 16, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.