- નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ
- રાજકારણીઓ કરી રહ્યાં છે નિયમોનું ઉલ્લંઘન
- પ્રજાને દંડ નેતાઓને છૂટછાટ
- સલાહ આપનારા જ કરી રહ્યાં છે નિયમોનો ભંગ
અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ વડા તરીકે નિમણૂક પામેલાં કમળા ચાવડા AMC ચાર્જ સંભાળવા આવ્યા, ત્યારે સોશિયલ ડિસ્ટેન્સ અને માસ્ક માટેના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થયું દેખાયું હતું. મહત્વની વાત તો એ છે કે પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસૂલ કરવામાં આવ્યો નહોતો.