અમદાવાદ: પાકિસ્તાન હ્યુન્ડાઇએ કાશ્મીરને ભારતથી અલગ કરવા (BoycottHyundai) ઇચ્છતા લોકોના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું, સાથે જ ભારત સામે કાર્યવાહી ચાલુ રાખવાનો ગર્ભિત સંદેશ આપ્યો હતો. આ વાતનો પડઘો ભારતમાં ગંભીર રીતે પડ્યો છે. અનેક લોકોએ પોતાની નવી હ્યુન્ડાઇ કારની ખરીદી કેન્સલ (protest against Hyundai) કરી દીધી છે. અનેક હસ્તીઓએ પણ હ્યુન્ડાઇ વિરુદ્ધના ટ્વીટર ટ્રેન્ડને સપોર્ટ આપ્યો છે, ત્યારે બજરંગ દળે હ્યુન્ડાઇ વિરુદ્ધ દેખાવો યોજવાનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો: હ્યુન્ડાઈ 'વેન્યુ'ની બુકિંગ 60 દિવસમાં 50 હજારને પાર
હ્યુન્ડાઇએ માફી માંગવી જ પડશે : બજરંગ દળ
બજરંગદળના ઉતર ગુજરાતના પ્રમુખ જ્વલિત મહેતાએ ETV BHARATને જણાવ્યું હતું કે, બજરંગદળે હ્યુન્ડાઇ ભારતના (Hyundai India) મેનેજર સાથે વાત કરી હતી. હ્યુન્ડાઇના વડુમથક તરફથી આ અંગે માફી પત્ર જાહેર કરાયો છે, પરંતુ તેમાં કશું માફી જેવું દેખાતું નથી. અમને તેમના જવાબથી સંતોષ નથી, અમે હ્યુન્ડાઇના શો રૂમ સામે બુધવારથી વિરોધ પ્રદર્શન શરૂ કરીશું. હ્યુન્ડાઇએ માફી માંગવી જ (Hyundai must apologize) પડશે.
આ પણ વાંચો: હ્યુન્ડાઇએ વાહન લોન માટે એચડીએફસી બેન્ક સાથે કરી ભાગીદારી
હ્યુન્ડાઇ માફી નહીં માંગે તો મુદ્દો લાંબો ચાલશે
ભલે હ્યુન્ડાઇએ પાકિસ્તાનના (Hyundai Pakistan) લોકોમાં વ્હાલા થવા અને પોતાની ગાડીઓનું વેચાણ વધારવા આવી તુક્કાની મુર્ખામી કરી હોય, પરંતુ પાકિસ્તાન કરતા ભારતમાં હ્યુન્ડાઇની ગાડીઓનું વેચાણ વધુ છે, જેમાં જરૂરથી ઘટાડો થશે. ભારતીયો દેશની સંપ્રભુતા પરના હુમલાને સાખી લેશે નહીં.