અમદાવાદઃ વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે. તાજેતરમાં આ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતા બે બુકીને પોલીસે (Bookie caught betting at Modi Stadium)ઝડપી પાડયા. બને આરોપી રાજસ્થાનથી મેચના પાંચ દિવસ પહેલા સટ્ટો રમવા આવ્યાં હતાં. કોણ છે આ સટોડિયાઓ કે જેના લીધે ઉભા થયા સુરક્ષા પર સવાલ જોઈએ એ આ અહેવાલમાં.
શંકા જતાં પોલીસે કરી તપાસ
અમદાવાદનાં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જે મેચ દરમિયાન ચાંદખેડા પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી. તે સમયે એક શખ્સ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને (Bookie caught betting at Modi Stadium)આવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી એક પાસ મળી આવ્યો હતો. જે પાસમાં તેનું નામ મોહિતસિંઘ રાજપૂત હતુ જેથી પોલીસને શંકા જતા પોલીસે (Ahmedabad Police Success 2022) તપાસ કરતા જીસીએ દ્વારા કોઈ પણ મીડિયા કર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું..જેથી યુવકની સધન પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા યુવકને કડક રીતે પુછપરછ કરતા તે પોતાનાં અન્ય મિત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકર સાથે રાજસ્થાનની જયપુરથી પાંચ દિવસ પહેલા આવ્યો હતો અને મેચમાં લાઈવ સટ્ટો રમવા આવ્યો હોવાની કબૂલાત કરી.
આરોપીને પકડવા જયપુર ગઈ ટીમ
પકડાયેલ આરોપી મોહિતસિંગ રાજપૂત અને નાસીર હુસેન ઉર્ફે રમાકાન્ત બને જયપુરના છે. મોહિતસિંગ ઝડપાતા જ આરોપી નાસીર હુસેન ફરાર થઇ ગયો હતો.જેને પકડવા એક ટીમ જયપુર મોકલાઇ હતી. આરોપીઓ એ ક્યાં ખોટા કાર્ડ બનાવ્યા અને આ મેચનો સ્કોર સહિતની માહિતી લીડ રૂપે કોને કોને આપી છે તે માટે હવે પોલીસે તપાસ (Ahmedabad Police Success 2022) તેજ કરી છે. આરોપીઓના ફોનનો ડેટા મેળવવા પોલીસે (Bookie caught betting at Modi Stadium) એફ.એસ.એલની પણ મદદ લીધી છે.
હજુ એક આરોપી ફરાર
સ્ટેડિયમમાં પ્રેક્ષકોને જે તે સમયે પ્રવેશ ન હોવાથી ચાલુ મેચમાં સટ્ટો રમાડવા માટે આવેલા સટોડિયાઓ (Ahmedabad Police Success 2022) ઝડપાઇ ગયાં. આરોપીઓએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે નકલી પાસ જયપુરનાં શહેનશાહ સુરીનખાન પાસે બનાવડાવ્યો (Bookie caught betting at Modi Stadium) હોવાનું સામે આવ્યું છે. જે આરોપી હજુ આ ગુનામાં વોન્ટેડ હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.