ETV Bharat / city

આજથી બોર્ડની પરીક્ષા શરૂ: રાજ્યમાં કુલ 14,98,430 પરીક્ષાર્થીઓ પ્રથમ વાર પરીક્ષા આપશે - Meeting on board Exam 2022

આજ (સોમવાર)થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (GSHEB Exam 2022)ઓ શરૂ થઈ રહી છે. સરકારી પરીક્ષાઓમાં જે રીતે પેપર ફૂટી રહ્યા છે, તેવી ઘટના ઘટે નહીં તેની સંપૂર્ણ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવશે. આવા વ્યક્તિઓ વિરુદ્ધ સખત પગલા ભરવામાં આવશે.

આજથી બોર્ડની પરીક્ષા શરૂ: રાજ્યમાં કુલ 14,98,430 પરીક્ષાર્થીઓ પ્રથમ વાર પરીક્ષા આપશે

author img

By

Published : Mar 27, 2022, 8:43 PM IST

Updated : Mar 28, 2022, 7:48 AM IST

અમદાવાદ: રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષા (GSHEB Exam 2022)ઓ શરૂ થઈ રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસના કારણે શાળામાં શિક્ષણ બરોબર રીતે થઈ શક્યું નથી, ત્યારે આ SSC અને HSC બોર્ડની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં આપી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે. આ અંગે આજે પરીક્ષા અંગેની ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક (Meeting on board Exam 2022)મળી હતી.

શિક્ષણપ્રધાન જીતુ વાઘણીની બેઠક: ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની તૈયારીની સમીક્ષા માટે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી. જેમાં જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર S.O.P.-માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે પરીક્ષાઓ યોજાશે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે ડર વિના પરીક્ષા આપે તે ખૂબ જરૂરી છે.

સંવેદનશીલ પરીક્ષાકેન્દ્રો પર CCTV: રાજ્યના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર શાંતિથી પરીક્ષા યોજાય તે માટે CCTV કેમેરા, પોલીસ બંદોબસ્ત સહિત પૂરતી વ્યવસ્થા કરાઇ છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા, પરીક્ષા કેન્દ્રની માન્યતા રદ કરવાની સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પેપર ફૂટી જવાની ખોટી અફવાઓ સામે કડક હાથે કામ લઇને આ પ્રકારની ઘટનાની તાત્કાલિક તપાસ કરી યોગ્ય સ્પષ્ટતા કરવાની રહેશે. ગેરરીતિ અટકાવવા તમામ 1625 પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ છે.

વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા બસની વ્યવસ્થા: વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પરીક્ષાના ડરથી તણાવમુ્ક્ત રાખવા પોલીસ દ્વારા ‘‘જીવન આસ્થા હેલ્પલાઇન’’નો વ્યાપ વધારવામાં આવશે. કોરોના બાદ પ્રથમવાર યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચિંતા ઓછી કરવા બોર્ડ દ્વારા 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. રાજ્યના આંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે સમયસર બસ મળી રહે તેવી વ્યવસ્થા અને જરૂર પડે તો જિલ્લા વહીવટીતંત્ર અથવા સબંધિત અધિકારી દ્વારા વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવાની વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને આ બેઠકમાં સૂચનાઓ આપવામાં હતી.

કેટલા વિધાર્થીઓ આપશે પરીક્ષા ? આજથી રાજ્યભરમાં શરૂ થનાર ધોરણ 10 ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 09,64,529 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં 140 કેન્દ્રો પર 01,08,067 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 04,25,834 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. આમ રાજ્યમાં કુલ 14,98,430 પરીક્ષાર્થીઓ કોરોના બાદ પ્રથમ વાર ક્લાસરૂમમાં બોર્ડની પરીક્ષા આપશે.

Last Updated : Mar 28, 2022, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.