અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું (Board Exam STD 10 Result Declared) પરિણામ જાહેર થયું છે, ત્યારે આ વખતે છોકરાઓ કરતા છોકરીઓએ 11.4 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. તો બીજી તરફ સૌથી વધુ સાયન્સ પણ 28 હજાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે, જ્યારે અંગ્રેજી પ્રથમ ભાષામાં 94.62 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત આ વખતે ગણિતનું પેપર અઘરું હોવાથી વિદ્યાર્થીઓને માર્ક્સમાં પણ ભારે માર પડ્યો છે.
આ પણ વાંચો : ધોરણ 10નું પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓને છોડ્યા પાછળ
પરિણામને લઈને ખુશીનો માહોલ - રાજ્યમાં અમદાવાદની કેટલીક (Ahmedabad STD 10 Result) શાળાઓમાં એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જોવા મળી છે, ત્યારે અમદાવાદની ખાનગી સ્કૂલમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. ત્યારે આ સ્કૂલમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને ગરબાના તાલે ઝૂમીને ખુશી મનાવી હતી. સારુ પરિણામ મેળવનાર ધ્રુવી જણાવ્યું હતું કે, મહેનત પ્રમાણે પરિણામ મળ્યું છે, ત્યારે રોજ 7 કલાક વાંચન કરતો હતો. આ ઉપરાંત હું શરૂઆતથી જ મહેનત કરતો હતો.
આ પણ વાંચો : ધોરણ 10ના પરિણામમાં સુરતી લાલાઓએ માર્યું મેદાન
આગળના વર્ષ કરતા આ વર્ષે સારુ પરિણામ - જ્યારે ફલક નામની વિદ્યાર્થીનીએ (STD 10 Result) જણાવ્યું કે, મારા પરિણામ પાછળ મારા માતા પિતાની ખૂબ જ મહેનત છે, ત્યારે મારે IIT બોમ્બેમાં એડમિશન લેવું છે. તેમજ કોઈપણ વિદ્યાર્થીએ પરિણામ ખરાબ આવવાથી હતાશ ન થવું જોઈએ હજુ ઘણી પરીક્ષાઓ બાકી છે તમે મહેનત કરો તો પરિણામ મળે છેે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 2020-21 ની તુલનામાં આ વર્ષે એક ટકા પરિણામ વધારો થયો છે. આ વર્ષે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે બીજી તરફ કોરોના કાળમાં પરીક્ષા લેવાઈ હોવાથી વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ હતો.