- નારણપુરાના બ્રિન્દા સુરતી બિનહરીફ ચૂંટાયા
- અનામત સીટ પરથી બિનહરીફ ચૂંટાયા
- ચૂંટણી પંચ દ્વારા અપાયું બિનહરીફનું સર્ટીફીકેટ
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવે છે. તેવામાં શહેરના નારણપુરા વોર્ડમાં ભાજપના બ્રિન્દા સુરતી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે કારણ કે, આ વોર્ડની અંદર રિઝર્વ રાખવામાં આવેલી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. તો આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ થતાં બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે અને તેમને બિનહરીફ ચૂંટાયાનું સર્ટિફિકેટ પણ ચૂંટણી પંચ દ્વારા આપી દેવામાં આવ્યું છે.
નારણપુરા વિસ્તારની બક્ષી પંચ બેઠકમાંથી ફોર્મ પરત ખેંચ્યું
મંગળવારના રોજ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ હતો, ત્યારે નારણપુરા વિસ્તારની બક્ષી પંચ બેઠકમાંથી કોંગ્રેસ મહિલાએ ફોર્મ પરત ખેંચ્યું હતું, ત્યારે બ્રિન્દા સુરતીને ચૂંટણીપંચ દ્વારા બિનહરીફનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે અને સાથે જ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌપ્રથમ કાઉન્સિલર પણ બની ચુક્યા છે.
બ્રિન્દા સુરતી સિવાય નારણપુરા વોર્ડમાં ટીકીટ કયા પક્ષને મળે
ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ નારણપુરા વિસ્તારમાં વર્ષોથી પ્રચાર કરી દેવામાં આવ્યો છે અને સાથે જ વિજય મેળવ્યો હોવા છતાં પણ તમામ કર્મચારીઓને સાથે રાખીને તેઓ પ્રચારની કામગીરીમાં સાથે રહેશે. હવે જોવાનુંએ રહે છે કે, બ્રિન્દા સુરતી સિવાય નારણપુરા વોર્ડમાં ટીકીટ કયા પક્ષને મળે છે.