● પેટા ચૂંટણીને લઈને ભાજપના નેતાઓને પ્રજાનો ઉત્સાહપૂર્વક આવકાર
● કોંગ્રેસે લુખ્ખા તત્વોના સહયોગથી સુરતમાં ભાજપના પ્રચાર વખતે ઈંડા ફેંક્યા
● ભાજપના કોઈ પણ આઈ.ટી.સેલના માણસો કોંગ્રેસમાં જોડાયાં નથી, કોંગ્રેસ જૂઠાંણું ચલાવે છે.
અમદાવાદઃ પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપા સાથે છે ત્યારે હાર ભાળી ગયેલી કોંગ્રેસ એક જવાબદાર રાજકીય પાર્ટીને શોભે નહીં, તેવી નિમ્ન કક્ષાની હરકતો પર ઉતરી આવી છે. ગઈકાલે સુરત ખાતે ઈંડા ફેંકવાની જે ઘટના બની છે તે શરમજનક છે. ભાજપા સાથેની સીધી લડાઈમાં પહોંચી ન શકતી કોંગ્રેસને ચૂંટણીમાં તેનો પરાજય દેખાઈ રહ્યો છે, તેથી લુખ્ખા તત્વો દ્વારા આ પ્રકારના હીન કક્ષાના દુષ્કૃત્યો કરી કોંગ્રેસ વાતાવરણને બગાડવાના કુપ્રયાસો કરી રહી છે.
● જનતા કોંગ્રેસના બદઈરાદાઓને સમજે છે
પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસે ગુજરાતમાં જ્ઞાતિ-જાતિ વચ્ચે ઝઘડાઓ કરાવી, વેરઝેર ફેલાવી, પૈસાના પાવરથી ગુજરાતની શાંતિ ડહોળવાના હીન પ્રયાસો કર્યા હતા.પરંતુ ગુજરાતની શાણી અને સમજુ જનતા કોંગ્રેસના આવાં બદઇરાદાઓને સારી રીતે સમજે છે, જનતા કોંગ્રેસનો કાળો પંજો ક્યારેય ગુજરાતની તિજોરી પર પડવા નહીં દે.
ભાજપના કોંગ્રેસ પર આકરા શબ્દપ્રહાર ●
આઈટી સેલના કોઇ કાર્યકર્તાં કોંગ્રેસમાં નથી જોડાયાંપ્રશાંત વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી તેથી નીતનવા જુઠ્ઠાણાઓ ફેલાવી કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે. ગઈકાલે કોંગ્રેસે ભાજપાના 200 જેટલા આઈ. ટી. સેલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા તેવું કહ્યું, પરંતુ આ વાત તદ્દન ખોટી છે, કોંગ્રેસ પોતાના જ કાર્યકર્તાઓને એક પછી એક ખેસ પહેરાવીને ફક્ત ખોટો દેખાડો કરી રહી છે, ભાજપાના આઇ. ટી. સેલના કોઈપણ જવાબદાર કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા નથી.●
ગોવિંદ પરમારને કોઇ નારાજગી નથીપ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, ઉમરેઠના ભાજપાના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારને ભાજપાથી કોઈ નારાજગી નથી, તેથી કોંગ્રેસને આ બાબતે રાજી થવાની કોઈ જરૂર નથી. આજે ગોવિંદભાઇ પરમારે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી છે. કેન્દ્રીયસ્તરેથી લઈને વિવિધ રાજ્યોમાં કોંગ્રેસમાં સંગઠનના અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કોંગ્રેસના દિશાહીન નેતૃત્વ તેમ જ આંતરિક તીવ્ર જૂથબંધીના કારણે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે, અને કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી રહ્યા છે, કોંગ્રેસના ટોચના કહેવાતા 23 જેટલા સિનિયર નેતાઓએ મોવડીમંડળ સામે નારાજગી વ્યક્ત કરી છે, જનતાની સાથે સાથે હવે કોંગ્રેસના નેતાઓને પણ હવે કોંગ્રેસ પર વિશ્વાસ રહ્યો નથી.