ETV Bharat / city

Bjp Vs Aap on Paper Leak: ગાંધીનગર પોલીસે દાખલ કરી ફરિયાદ, 70 લોકોની ધરપકડ - ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને પદ પરથી ખસેડવા જોઈએ તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન (AAP protest at kamalam) કરવામાં આવ્યો હતો અને અંદર ઘૂસીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જેમાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. અંતે હવે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પોલીસે 500થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ કરી છે, જેમાં 70 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે ફરિયાદી તરીકે ભાજપના પ્રવક્તા ડો.શ્રદ્ધા રાજપૂતે ફરિયાદ નોંધાવી છે. આ બાબતે તમામને આવતીકાલે સાંજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Bjp Vs Aap on Paper Leak: ગાંધીનગર પોલીસે દાખલ કરી ફરિયાદ, 70 લોકોની ધરપકડ

author img

By

Published : Dec 20, 2021, 11:01 PM IST

ગાંધીનગર: રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની પરીક્ષા યોજાય હતી, પરંતુ 10 ડિસેમ્બરના દિવસે જ પેપર લીક (Head clerk paper leak) થયા હોવાના પોલીસને પુરાવા મળ્યા છે, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને પદ પરથી ખસેડવા જોઈએ તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન (AAP protest at kamalam) કરવામાં આવ્યો હતો અને અંદર ઘૂસીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જેમાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. અંતે હવે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પોલીસે 500થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ કરી છે, જેમાં 70 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

Bjp Vs Aap on Paper Leak: ગાંધીનગર પોલીસે દાખલ કરી ફરિયાદ, 70 લોકોની ધરપકડ

70 લોકોની ધરપકડ

ફરિયાદ બાબતે ગાંધીનગર જિલ્લા એસ.પી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, આશરે 500 લોકોનું ટોળું ભાજપ કમલમ ખાતે વિરોધ કરવા પહોંચ્યું હતું અને ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ મેળવ્યો હતો. જેમાં મુખ્ય આરોપી તરીકે હસમુખ પટેલ, નિખિલ સવાણી, ગોપાલ ઇટાલીયા, ઈસુદાન ગઢવી (FIR Against Isudan Gadhvi) અને દિલ્હીથી આવેલ રામકથા શિવકુમાર પર નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કાવતરા પૂર્વ હુમલો કરવા અલગ-અલગ જગ્યાએથી માણસોને બોલાવીને કમલમ ખાતે ગેટ તોડીને અંદર પ્રવેશ્યા હોવાની વિગતો મુકવામાં આવી છે.

આ પણ વાંચો: CCTV of AAP protest at Kamalam: ભાજપે આમ આદમી પાર્ટીના CCTV ફૂટેજ જાહેર કર્યા

26 મહિલાઓની ધરપકડ

ગાંધીનગર એસ.પી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ લોકોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે, જેમાં 26 મહિલાઓ છે. આ તમામ મહિલા ઉપર પણ તમામ કલમો લગાડવામાં આવી છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે આ પ્રથમ ઘટના બની છે કે, જેમાં કોઈ રાજકીય પક્ષ દ્વારા અન્ય રાજકીય પક્ષના કાર્યાલયમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: FIR Against Isudan Gadhvi: આપના નેતાઓ માદક દ્રવ્યોનું સેવન કરી આવ્યા અને મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આક્ષેપ

કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બનાવની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં કલમ 452 353 354 341 323 143 144 145 147 148 149 151 152 269 188 429 504 અને 120b મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે, આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણેની પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે, જ્યારે ફરિયાદી તરીકે ભાજપના પ્રવક્તા ડો.શ્રદ્ધા રાજપૂતે ફરિયાદ નોંધાવી છે. આ બાબતે તમામને આવતીકાલે સાંજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.