ETV Bharat / city

પાટિલ ભાઉ બોલે કંઈક ને ભાજપ કરે કંઈક, શું આ રીતે જીતી શકશે ભાજપ ચૂંટણી... - Cattle Control Bill Postponed

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ભાઉએ જાહેરમાં ઘણા વક્તવ્યો (BJP State President CR Patil Wrong Statements ) આપ્યા છે. પરંતુ ભાજપે તેમના આ વક્તવ્યોથી તો ઊંધું જ (Patil Bhau says something and BJP does something) કામ કર્યું છે. આ સાથે જ ભાજપે બોલીને ફરી જવુંનો ચીલો ચાતર્યો હોય તેવું લાગી રહ્યું છે.

પાટિલ ભાઉ બોલે કંઈક ને ભાજપ કરે કંઈક, શું આ રીતે જીતી શકશે ભાજપ ચૂંટણી...

author img

By

Published : May 7, 2022, 8:46 AM IST

અમદાવાદઃ જૂઠું બોલવું, વારંવાર બોલવું અને મોટેથી બોલવું. આ શબ્દો ભારતના વર્તમાન રાજકારણમાં (Indian Current Politics) પ્રખ્યાત છે, પરંતુ હવે બોલીને ફરી જવું એ પણ વર્તમાન ભારતીય રાજકારણીઓમાં જોવા મળી રહ્યું છે. આ ચીલો ચાતર્યો છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (BJP state president CR Patil). પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતની બધી જ સત્તા હાથમાં લેવા મથતા પાટિલ ભાઉએ કેટલાક એવા વક્તવ્યો જાહેર માધ્યમોથી આપ્યા કે, જેનાથી ઊંધું કામ જ ભાજપે (BJP State President CR Patil Wrong Statements) કર્યું છે. ત્યારે આવો જોઈએ તેવા વક્તવ્યો.

એક પણ કૉંગ્રેસીને ભાજપમાં લેવામાં નહીં આવેઃ પાટિલ ભાઉ

એક પણ કૉંગ્રેસીને ભાજપમાં લેવામાં નહીં આવે - જિતુ વાઘાણીનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી. આર. પાટિલ આવ્યા. આવતાંની સાથે જ ફ્રન્ટફૂટ ઉપર બેટિંગ કરતા તેમણે ચૂંટણીઓમાં વિજય મેળવવાનું (Gujarat Assembly Election 2022) શરૂ કર્યું હતું. સંગઠનમાં ફેરફાર કર્યા અને સરકારની સત્તા પણ પાછલા બારણે સંભાળવાની શરૂ કરી.

ભાઉ આખી ભાજપ પાર્ટી ચલાવે છે, પરંતુ સરકાર તેમનું નથી ચલાવતી

150થી વધુ બેઠકો મેળવવા પાટિલ ભાઉએ લીધો કૉંગ્રેસના નેતાનો સહારો - પાટિલ ભાઉએ પહેલાં કૉંગ્રેસ પ્રત્યે નફરત ધરાવીને એક પણ કૉંગ્રેસીને ભાજપમાં (BJP welcomes Congress Leaders) લેવામાં આવશે નહીં તેમ માધ્યમો થકી અને જાહેર મંચ પરથી જણાવ્યું હતું. જોકે, તેનાથી ઊલટું કૉંગ્રેસના કાર્યકરો, કૉંગ્રેસના પ્રવક્તા, કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને કૉંગ્રેસમાંથી ભાજપમાં લઈ લેવામાં આવ્યા. કારણ કે, તેઓ જાણી ગયા છે કે, કોંગ્રેસના નેતાઓ વગર તેઓ 150થી વધુ બેઠકો મેળવવાનો ટાર્ગેટ મેળવી શકશે નહીં.

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાનીમાં ભાજપ લડશે - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ બનતાં જ તેમણે પોતાનો એક અલગ ચોકો ચીતરવાનો શરૂ કર્યો હતો. તે સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ પોતાનો અલગ ચોકો ચીતરીને બેઠા હતા. આ ત્રણેય નેતાઓ વચ્ચે સત્તા અને એકતા જોવા મળતી નહોતી.

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હાલમાં જ ભાજપમાં જોડાયા

રૂપાણી સરકારના રાજીનામાનો લાભ પાટિલ ભાઉને થયો- કોરોના કાળમાં ગુજરાતને અધિકારીઓના ભરોસે છોડી દઈને સરકારે પોતાનું અધઃપતન નોતર્યું હતું. આખરે રૂપાણી સરકારે રાજીનામું (Rupani Government Resignation ) આપવું પડ્યું અને તેનો ફાયદો સી. આર. પાટિલને (BJP state president CR Patil) થયો હતો. હવે પાટિલની કહ્યાગરી સરકાર ગુજરાતમાં છે. તેમ છતાં સ્વતંત્રતા જેવા પર્વે ધ્વજારોહણ કરીને સી. આર. પાટિલ માધ્યમો સમક્ષ બોલી ચૂક્યા હતા કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાનીમાં લડાશે! જોકે, આ વાત ખોટી સાબિત થઈ છે. વર્ષ 2022 વિશે હજી સુધી તેમણે કોઈ નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો- Gujarat Assembly Election 2022: BJPએ 150 પલ્સ સીટના લક્ષ માટે સાધ્યો SC અને ST વર્ગ પર નિશાનો

શહેરોમાં રખડતા ઢોરોને પાંજરે પૂરાશે - મોટા શહેરોમાં ગૌચરની જમીન ન હોવાથી પશુપાલકોના પશુઓ રસ્તાઓ પર આમતેમ રખડતા જોવા (BJP State President CR Patil Wrong Statements) મળે છે. ક્યારેક ઉગ્ર બનેલા પશુ રાહદારીઓ અને વાહનચાલકોનો ભોગ લે છે. આ મુદ્દે જાહેર મંચ ઉપરથી સી. આર. પાટિલે તમામ નગરપાલિકાઓને રખડતા પશુઓને પાંજરે પૂરવા હુકમ કર્યો હતો. તેમના હુકમનો અમલ પણ શરૂ થઈ ગયો હતો. પરંતુ આ માટે કાયદાની જરૂર હતી. આથી વર્તમાન રાજ્ય સરકાર તે મુજબનો કાયદો ગુજરાત વિધાનસભામાં (Cattle Control Bill Postponed) લાવી હતી.

આ પણ વાંચો- Political Agenda in Bhagavat Katha : જામનગરમાં ભાગવત કથા પાછળ પાટીલ અને નરેશ પટેલની રાજકીય બેઠક, શું ચર્ચા થઈ હશે?

માલધારીઓ આગળ પાટિલ ભાઉએ ઝૂકવું પડ્યું- જોકે, ભાજપ સાથે જોડાયેલા માલધારી વર્ગે આ પ્રસ્તાવિત કાયદાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં તેના પડઘાં પડ્યા અને સી. આર. પાટિલ (BJP State President CR Patil Wrong Statements) સમક્ષ પણ અનેક રજૂઆતો આવી હતી. પરિણામે એક સમયે સ્ટેજ પર જોરજોરથી બોલતા સી. આર. પાટિલે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે માલધારીઓનું નિવેદન સ્વીકારવું પડ્યું! સરકારને પણ એ કાયદો પરત ખેંચવા રજૂઆત કરવી પડી!

ભાજપ તરફથીથી જવાબ - સમયની સાથે સંજોગો પણ બદલાતા હોય છે. રાજકારણમાં કાલનો શત્રુ આજનો મિત્ર બની અને મિત્ર તે શત્રુ બની જતો હોય છે. આવી જ રીતે કૉંગ્રેસીઓને (BJP welcomes Congress Leaders) ભાજપમાં લેવાના મુદ્દા ઉપર ભાજપ સતત કહે છે કે, જે વ્યક્તિઓ ભાજપની વિચારસરણી સાથે જોડાવા માગતા હોય તે કોઈપણ હોય અમે તેને આવકારીશું.

સરકારનો રિપોર્ટ દિલ્હી આપવાનું કામ પાટિલ ભાઉના હાથમાં છે - રાજ્યની સરકાર બદલવાનું સી. આર. પાટિલના હાથમાં નથી, પરંતુ તેની કામગીરીનો રિપોર્ટ દિલ્હી આપવાનું કાર્ય તેમના હાથમાં ચોક્કસ છે. બીજી તરફ રખડતા પશુઓ મુદ્દે સી. આર. પાટિલે પીછેહઠ કરવી પડી છે. હવે આવનારી ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) વહેલી નહીં યોજાય તે મુદ્દાનું તેમનું વિધાન સાચું છે કે કેમ ? તે ભવિષ્ય નક્કી કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.