● આવતીકાલે ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળશે
● રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડાની અધ્યક્ષતામાં મળશે એક દિવસીય કારોબારી.
● ઉત્તરપ્રદેશ સહિત 7 રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીઓ અને હાલની સ્થિતિ અંગે ચર્ચા થશે
અમદાવાદઃ રાજધાનીમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) કોન્ફરન્સ હોલમાં રવિવારે યોજાનારી ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક ( BJP National Executive Meeting ) છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ( Assembly Elections ) અને કેન્દ્ર સરકાર હેઠળ છેલ્લા સાત વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi ) નેતૃત્વમાં સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બેઠક સવારે 10 વાગ્યે શરૂ થશે અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા સંબોધન કરવામાં આવશે. આ બેઠક વડાપ્રધાન મોદીના સંબોધન સાથે સમાપ્ત થશે.
વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત કેન્દ્રીય નેતાઓ હાજરીમાં મળશે બેઠક
ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાનના પદ ઉપરથી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન પદ ઉપરથી નીતિન પટેલે રાજીનામું આપ્યા બાદ તેમને કેન્દ્રીય કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આથી ગુજરાતમાં નવી સરકારની રચના બાદની પ્રથમ રાષ્ટ્રીય કારોબારી બેઠક છે.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તથા કેન્દ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક સવારે 10:30 કલાકે શરૂ થઇ સાંજે 04 વાગ્યાની આસપાસ પૂર્ણ થશે. આ એક જ દિવસની બેઠક રહેશે.બેઠકમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્ય પ્રમુખોના નેતૃત્વમાં રાજ્ય એકમો ડિજિટલ માધ્યમથી કાર્યકારી સમિતિની બેઠકમાં જોડાશે. કોવિડ-મેનેજમેન્ટ, રેકોર્ડ રસીકરણ અને વૈશ્વિક મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ વડાપ્રધાનનું સન્માન કરવાનું પણ આયોજન છે.
વિધાનસભાની ચૂંટણીઓ હશે ચર્ચાનો મુદ્દો
આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની આગેવાનીમાં યોજાશે. તેઓ બેઠકની શરૂઆત પોતાના સંબોધનથી કરશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીયમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ દિલ્લીમાં હાજર રહેશે. જ્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કમલમથી વર્ચ્યુઅલી જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાં સમાપન સંબોધન કરશે. આ બેઠકમાં રાજકીય ઠરાવ પણ પસાર કરવામાં આવશે. સાથે જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબની વિધાનસભાની ( Assembly Elections ) ચૂંટણીની તૈયારી પર વિશેષ ચર્ચા અને મંથન થશે. આ ઉપરાંત પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે.
સભાસ્થળ ખાસ પ્રદર્શન પણ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( PM Modi ) અત્યાર સુધીની સિદ્ધિઓ પર સભાસ્થળ પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અંગેના ઠરાવ, ગરીબ કલ્યાણ યોજનાઓ દ્વારા સામાન્ય ગરીબોને અપાતી મદદ, મહિલાઓના બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા સહિતની કામગીરી સહિતની બાબતોનો સમાવેશ થાય છે. સમાજના તમામ વર્ગોનો ઉલ્લેખ કરવામાં આવશે. પ્રદર્શનમાં કોવિડ સમયગાળા દરમિયાન કોવિડ-19 સામે પક્ષના કાર્યકર્તાઓ દ્વારા ચલાવવામાં આવેલ સેવા હી સંગઠન અભિયાનને વિશેષ રીતે હાઇલાઈટ કરવામાં આવશે. સાથે જ રસીકરણ અભિયાનમાં 100 કરોડનો આંકડો પાર કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેટલાક રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોના કારણે ભાજપને લાગેલા આંચકા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. આ ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પાર્ટીના સૂપડાં સાફ થઈ ગયાં હતાં.
આ પણ વાંચોઃ પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનની પ્રદેશ સ્તરીય બેઠક યોજાઇ
આ પણ વાંચોઃ ગુજરાતમાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બર માવઠું પડે તેવી આગાહી કરી