- 2015માં કોંગ્રેસને જેવા આશીર્વાદ મળ્યા હતા, કમનસીબે આ વર્ષે ન મળ્યા
- ભાજપે પૈસા, લોભ, લાલચ અને વહીવટી તંત્રનો દુરૂપયોગ કર્યો
- ભાજપના શાસનમાં લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઘટી રહ્યો છે
અમદાવાદ : શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાના નિર્ણય અંગે જણાવતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ અંગે અંતિમ નિર્ણય હાઇકમાન્ડ લેશે, પરંતુ જે કોઈ ભારતના લોકો માટે સારું વિચારે, લોકોનું ભલું કરી શકે અને મુખ્યત્વે જે કોંગ્રેસની વચારધારાને અપનાવશે, તેઓનું કોંગ્રેસમાં સ્વાગત છે. જો હાઇકમાન્ડ કહેશે, તો અમે શંકરસિંહ વાઘેલાને આવકારીશું.
ભરતસિંહ સોલંકી - ભાજપે પૈસા, લોભ, લાલચ અને વહીવટી તંત્રનો દુરૂપયોગ કર્યો છે
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી હાર અંગે તેમને જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટનીમાં 2015માં કોંગ્રેસને જેવા જનતાના આશીર્વાદ મળ્યા હતા, કમનસીબે 2021ની ચૂંટણીમાં મળ્યા નથી. ભાજપ પર આક્ષેપો કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપે પૈસા, લોભ, લાલચ અને વહીવટી તંત્રનો દુરૂપયોગ કર્યો છે
લોકોનો લોકશાહીમાં વિશ્વાસ ઘટ્યો - ભરતસિંહ સોલંકી
ભાજપને આડે હાથે લેતા ભરતસિંહ સોલંકીએ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું કે, ભાજપના શાસનમાં લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. એટલા માટે જ મતદાન ઓછું થયું છે. આ વર્ષે મનપા વિસ્તારમાં મતદાતાઓમાં ઓછું મતદાન થયું છે. જેમાં ભાજપને 25 ટકા જેટલા મત મળ્યા છે, એ હિસાબે 75 ટકા લોકો ભાજપના સાશનથી ખુશ નથી, તેવું સાબિત થયું છે. જો વધુ મતદાન થયું હોત તો ચોક્કસ કોંગ્રેસ તરફી પરિણામો આવ્યા હોત.